Vadodara

આર્ટ ઓફ લિવિંગ વડોદરાના “ખુશીયો કા તોહફા” દ્વારા દિવાળીની ખુશી ગામડાઓ સુધી પહોંચી

ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજી દ્વારા સ્થાપિત આર્ટ ઓફ લિવિંગ સંસ્થા વિશ્વભરમાં સેવાકાર્ય કરવામાં અગ્રેસર છે. વડોદરામાં પણ અવારનવાર આર્ટ ઓફ લિવિંગ દ્વારા સમાજસેવાના કાર્યો થતા રહે છે ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ આર્ટ ઓફ લિવિંગ વડોદરાના “દિવાળી સેવાટ્રેન્ડ” અંતર્ગત “ખુશીયો કા તોહફા” સેવા પ્રોજેક્ટ દ્વારા જરૂરિયાતમંદ બાળકો માટે દિવાળી “ગુડિ બેગ્સ” નું વિતરણ કરવામાં આવ્યું. આ બેગમાં બાળકો માટે મીઠાઈ, નમકીન, ફટાકડા, સ્ટેશનરી, પાણીની બોટલ, કલર બુક, ક્રેયોન્સ, આ પ્રકારના સામાનનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

દિવાળી પર્વ નિમિત્તે આર્ટ ઓફ લિવિંગના સ્વયંસેવકો દ્વારા આશરે ૧૦૦૦ જેટલી ગુડીબેગ્સ વડોદરાના ધનોરા ગામના બાળકો તેમજ ડેડિયાપાડાના અંતરિયાળ ગામો જેમકે મુલ્કાપાડા, ઝરણાવાડી, બેળદા, કૂંડીઆંબાના આદિમ જૂથના બાળકોમાં વહેંચવામાં આવી.

ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર જી કહે છે કે “જ્યારે તમે બીજાની ખુશીમાં આનંદ અનુભવો, ત્યારે સાચી દિવાળી ઉજવાય છે.” અને આ સંદેશને અનુસરીને આર્ટ ઓફ લિવિંગના સ્વયંસેવકોના આ સેવાકાર્ય દ્વારા સાચી રીતે દિવાળીની ઉજવણી કરવામાં આવી હતી.

Most Popular

To Top