Vadodara

આર્ટ ઓફ લિવિંગની અનોખી પહેલ: “શેર ઈટ દિલ સે, આજે અને આવતીકાલે કાર્યક્રમ



વડોદરા:


આર્ટ ઓફ લિવિંગ વડોદરા દ્વારા એક અનોખી પહેલ કરવામાં આવી છે. જેના અંતર્ગત “શેર ઇટ દિલ સે” કાર્યક્રમ યોજવામાં આવેલ છે, જેમાં લોકો પોતાની લાગણીઓ અને વિચારો એક કપ કોફી સાથે આરામથી અને ખુલીને શેર કરી શકે છે.

આ કાર્યક્રમ તારીખ ૨૮ માર્ચ (શુક્રવાર) બપોરે ૧ થી રાત્રે ૯ વાગ્યા સુધી અને ૨૯ માર્ચ (શનિવાર) સવારે ૧૧ થી સાંજે ૫ વાગ્યા સુધી આર્ટિસ્ટ્રી કેફે, સેવાસી ખાતે યોજવામા આવેલ છે.

“શેર ઈટ દિલ સે” એક એવો અવસર છે જ્યાં લોકો પોતાના મનની વાતો જે કોઈને ક્યારેય કહી ન શક્યા હોય તે ખુલ્લા મને વ્યક્ત કરી શકે છે. આર્ટ ઓફ લીવિંગના ‘હેપ્પીનેસ કોચ’ તેમની વાતોને સંવેદનશીલ રીતે અને કોઈ જજમેન્ટ વગર સાંભળશે અને વ્યક્તિને મનથી હળવું થવામાં મદદરૂપ થશે.

આપણા મનમાં અટકી રહેલી વાતો કોઇને કહેવાથી માનસિક શાંતિ અને આરામ મળી શકે છે અને સાથે સાથે વ્યક્તિ ને કોઈ ટ્રોમા અથવા દુઃખ માંથી હીલ થવામાં પણ મદદ મળશે.

આ ઇવેન્ટનો હેતુ એ છે કે લોકોને પોતાની પ્રોબ્લેમ ના સોલ્યુશન મળે ના મળે પણ વિચારોને મુક્ત રીતે શેર કરી શકે અને પોતાના મનને હલકું કરી શકે.

આ કાર્યક્રમ તદ્દન નિઃશુલ્ક છે.

આ ઇવેન્ટમાં ભાગ લેનાર વ્યક્તિઓની માહિતી અને વાતો સંપૂર્ણ રીતે ખાનગી રાખવામાં આવશે. અહીં, વ્યક્તિ ને કોઈ પણ પ્રકારના પૂર્વાગ્રહ વિના, ફક્ત અનુકૂળ અને સહાયક વાતચીતનો અનુભવ મળશે. આ પહેલ દ્વારા લોકોને તણાવમુક્ત થવા માં મદદ મળશે જે આર્ટ ઓફ લિવિંગ સંસ્થાનું કાયમ ઉદ્દેશ્ય રહ્યું છે.

આ અનોખી પહેલ મા ભાગ લેવા માટે આર્ટ ઓફ લીવિંગ વડોદરાના હેલ્પલાઇન નંબર 9724623424 પર સંપર્ક કરીને ૩૦ મિનિટનું સ્લોટ બુક કરી શકાય છે.

Most Popular

To Top