પ્રતિનિધિ )વડોદરા, વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સીટીમાં સફાઈ વ્યવસ્થા મુદ્દે ગંભીર બેદરકારી સામે આવી છે. યુનિવર્સિટીની વિવિધ ફેકલ્ટીઓમાં ગંદકીની ભરમાર જોવા મળતા વિદ્યાર્થીઓમાં રોષ ફેલાયો છે. ત્યારે, વિદ્યાર્થી સંગઠન એનએસયુઆઈ દ્વારા આર્ટસ ફેકલ્ટીના ડિપાર્ટમેન્ટ ઓફ આર્કિયોલોજી વિભાગમાં રજૂઆત કરી ત્વરિત પગલાં લેવા માંગ કરવામાં આવી હતી.



મહારાજા સયાજીરાવ યુનિવર્સીટીની આર્ટસ ફેકલ્ટીમાં છેલ્લા ઘણા સમયથી સાફ સફાઈ થતી નથી. આ મામલે એનએસયુઆઈના પ્રમુખ અમર વાઘેલાએ જણાવ્યું હતું કે, વિધાર્થીઓના વર્ગખંડ તથા લોબીમાં ખૂબ કચરો છે. કેમ્પસમાં પણ કચરાના ઢગલા કરવામાં આવ્યા છે. વિધાર્થીઓના તમામ ટોઈલેટ ખૂબ ગંદા છે અને એની કોઈ દિવસ સાફ સફાઈ થતી નથી. વિધાર્થીઓની પ્રાથમિક સુવિધા પૂરી પાડવામાં નથી આવતી. એક પણ ટોઇલેટ એવા નથી. જેની રોજ સાફ સફાઈ થઈ હોય તમામ ટોઇલેટ ખૂબ ગંદકીથી ભરેલા છે. જાણે વર્ષોથી સાફ સફાઈ ના કરી હોય એક કચરાપેટી સમાન બનાવી દીધા છે. તમામ શૌચાલયને અને કોલેજ એ વિદ્યાનું ધામ છે. અહીંયા ગંદકી હોય એ બિલકુલ ચલાવી લેવામાં નઈ આવે. જેથી તાત્કાલિક ધોરણે તમામ ક્લાસરૂમની તથા તમામ ટોઇલેટ અને આખા કેમ્પસમાં સાફ સફાઈ કરવામાં આવે. જો વહેલી તકે સફાઈના મુદ્દે યોગ્ય કામગીરી કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી.