Business

આરો પ્લાન્ટ ચલાવતો યુવક મહિલાનો પીછો કરીને છેડતી કરતા અભયમ મદદે પહોચ્યું

અન્ય મહિલાએ હિંમત આપતા આખરે ભોગ બનનાર મહિલાએ અભયમની મદદ લીધી  

આરો પ્લાન્ટ ચલાવતો યુવક તે જ વિસ્તારમાં આવેલી એક દુકાનમાં કામ કરતી મહિલા જ્યારે કામના સ્થળે આવે અને જાય તે દરમ્યાન તેનો પીછો કરીને  તેમજ તેને ઈશારા તેમજ એક નઝરે જોયા કરતો હોવાથી ત્રસ્ત મહિલાએ આખરે આ બાબતે તે જ દુકાનમાં કામ કરતી મહિલાને બનાવ અંગે જણાવતા મહિલાએ હિમત અને આશ્વાશન આપીને અભયમને  આ બનાવ અગેની જાણ કરવાનું જણાવ્યું હતું. જેથી પીડિત મહિલાએ બનાવ અંગે અભયમને જાણ કરતા અભયમની ટીમે યુવકને સબક શીખવાડ્યો હતો.

આ બનાવ અંગે અભયમને જાણ થતા તેમની ટીમ ઘટના સ્થળે પહોચી મહિલા સાથે વાતચીત કરતા જાણવા મળ્યું હતું કે, ભાયલી વિસ્તારના ગોકુળપુરા રોડ પર આવેલી એક ફર્નીચરની દુકાનમાં છેલ્લા એક વર્ષથી નોકરી કરે છે. તે સવારે દસ વાગે આવે છે અને  સાંજે ૬ વાગે પરત ઘરે જાય છે. નોકરી પર આવવાના સ્થળે આ આરો પ્લાન્ટ વાળા રસ્તા પરથી જ પસાર થવું પડતું હોય છે ત્યારે હું એકટીવા લઈને જાઉં છું તો મને દરરોજ આ ભાઈ જોયા કરે છે અને મારી પાછળ બાઈક લઈને આવે છે. અને જોરથી હોર્ન વગાડે છે અને મારી એક્તીવાની બાજુમાં પુરઝડપે આવી જઈને મિરર માંથી સતત જોયા કરે છે. આ રીતે છેલ્લા બે અઠવાડિયાથી હેરાન કરે છે. જેથી અભયમ ટીમ પ્લાન્ટ પર કામ કરતા યુવકને મળીને જૂથ કાઉન્સિલિંગ દ્વારા ચર્ચા કરવામાં આવી ત્યારે તે જણાવતો કે હું વોકિંગ કરવા જતો હતો. પરંતુ મહિલા જ્યારે નીકળે ત્યારે જ વોકિંગ કરવા જાય એ પણ દરરોજ એ જ ટાઇમેં તેવું પૂછતા યુવકે કોઈ જવાબ આપ્યો ન હતો અને તેને આવું કોઈ પ્રકારનું કાર્ય કર્યું ન હોવાનું જણાવતો હતો જેથી ટીમ દ્વારા કાયદાકીય રીતે સમજ આપવામાં આવી હતી. જેથી યુવકે આજ પછી આ રીતે કોઈ હેરાનગતી નહીં થાય જેની ખાતરી આપતા બન્ને પક્ષે સમાધાન થયું હતું.

Most Popular

To Top