Vadodara

આરોપીને વકીલ નહિ આપવા ભાજપના એસસી મોરચાના પ્રમુખની બાર કાઉન્સિલને રજૂઆત

ભાજપના અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ તથા વકીલ હર્ષદ પરમારનો બાર કાઉન્સિલ ઓફ ગુજરાતને પત્ર લખી માથાભારે તત્વો સામે વકીલ ન રોકવા રજૂઆત કરવામાં આવી..

વકીલ તરીકે આવા ગુંડાઓને રાજ્યના કોઈ પણ વકીલની મદદ ન મળે તે માટે બાર કાઉન્સિલ તરફથી કાર્યવાહી કરવા રજૂઆત કરાઇ..

શહેરમાં ગત રવિવારે રાત્રે ભાજપના પૂર્વ નગરસેવકના પુત્રની કરપીણ હત્યા કરી દેવામાં આવી છે ત્યારે સમગ્ર મામલે ભાજપના અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ અને જાણીતા વકીલ એવા હર્ષદ પરમારે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતને પત્ર લખી રજૂઆત કરી છે જેમાં તેમણે જણાવ્યા અનુસાર,સમાજમાં દુષણ ફેલાવતા માથાભારે ગુંડા તત્વો સામે વકીલ પત્ર ન મુકવામાં આવે. સમાજમાં શહેરમાં જ્યારે કોઈ દુષણો ફેલાવતા તત્વો સામે વકીલ તરીકે ન રોકવા માટે વકીલ મંડળમાં ઠરાવ કરવામાં આવે છે પરંતુ આ ઠરાવો સામે ગુંડા તત્વો કાયદાનો લાભ લઇ આવા ઠરાવ કાગળ સમાન કરી દેવાય છે જેથી દરેક વકીલ મંડળના કોઈ પણ ઠરાવનો કડક અમલ થાય તે માટે ચોક્સસ નિયમ બનાવવા જોઇએ. ગત રોજ વડોદરા શહેરમાં ગુંડા અને અસામાજિક તત્વોએ દલિત સમાજના યુવકની કરપીણ હત્યા કરી છે જેમાં સામેલ ગુનેગારો હાલ જેલ કસ્ટડીમાં છે આ બનાવમાં ગુનેગારો બેખોફ બની જશે. જો તેમને કાનૂની મદદ મળશે જેથી આવા તત્વો સામે કોઈ વકીલ તરીકે ન રોકાય તે માટે તમણે પોતાની લાગણી સાથે માગણી કરી છે. સાથે જ વડોદરા વકીલ મંડળ પણ આ બાબતે અમને સહકાર આપે અને વકીલ તરીકે કોઇ પણ વકીલ તરીકે ન રોકાય તેવી રજૂઆત કરી છે. જાહેરમાં હત્યા કરનાર આવા ગુંડાઓને જો વકીલ મદદ કરશે તો આવા બદમાશો ગુનો કરતા અચકાશે નહિ જથી આપના લેવલ પર યોગ્ય કાર્યવાહી કરી વકીલ તરીકે આવા ગુંડા ઓને રાજ્યના કોઈ પણ વકીલની મદદ ન મળે તે માટે બાર કોઉન્સિલ તરફથી કાર્યવાહી કરવા વિંનતી કરવામાં આવી છે.

Most Popular

To Top