ઉનાળાની ઋતુને અનુલક્ષીને હાલમાં કે૨ી તેમજ અન્ય ફળોનું વધુ વેચાણ થતુ હોય શહેર વિસ્તારના ખંડેરાવ માર્કેટ ખાતે આવેલી વખારો તેમજ દુકાનોમાં જનતાનાં આરોગ્યની સુખાકારી ધ્યાને લઇ મ્યુનિસિપલ કમિશનરની સૂચના મુજબ ડેઝીગ્નેટેડ ઓફિસર અને અધિક આરોગ્ય અમલદાર દ્વારા ખોરાક શાખાના ફૂડ સેફ્ટી ઓફીસરોની ટીમ બનાવી ખંડેરાવ માર્કેટ પાછળ, વેરાઈ માતાનો ચોક, સીધ્ધનાથ રોડ વિસ્તારમાં આકસ્મિક ચેકીંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં કેરીઓ વેચતા વેપારી દ્વારા કેલ્શિયમ કાર્બાઈડનો આર્ટીફીશીયલ રાઇપનીંગ તરીકે ઉપયોગ થાય છે કે કેમ તેની ચકાસણી કરવામાં આવી હતી.ટીમે 55- વખારો તેમજ દુકાનોમાં આકસ્મિક ચેકીંગની કામગીરી હાથ ધરી હતી. હતું. એફ.એસ.એસ.એ.આઈ. દ્વારા ઇથીલીન રાઈપન૨ ને મંજુરી આપવામાં આવી હોવાથી કેરી પકવવા ફુટના વેપારીઓ હવે ઇથીલીન રાઈપન૨નો ઉપયોગ ક૨તા હોવાથી કાર્બાઇડની પડીકીઓ મળી આવી ન હતી. તો પાલિકા દ્વારા બગડી ગયેલા ફળ-ફળાદી જેવા કે કેરી, ચીકુ, પપૈયા વગેરેનો આશરે 85 કિલો જથ્થો નાશ કરાયો હતો.
આરોગ્ય વિભાગ દ્વારા કેરીની 55 વખારોમાં ચેકીંગ કરાયું
By
Posted on