Vadodara

આરટીઓ દ્વારા ગોલ્ડ અને સીલ્વર નંબરની ફાળવણી માટે ઓનલાઇન રી-ઓક્શન શરૂ

( પ્રતિનિધિ )વડોદરા,તા.9

આર.ટી.ઓ વડોદરા કચેરી દ્વારા મોટરિંગ પબ્લીકની સગવડતા માટે ટુ વ્હીલર, ફોર વ્હીલર, થી વ્હીલર, અને ટ્રાન્સ્પોર્ટ વર્ગના વાહનોના પસંદગીના ગોલ્ડ અને સીલ્વર નંબરની ફાળવણી માટે ઓનલાઇન રી-ઓક્શન શરૂ કરવામાં આવ્યું છે.

વાહનોમાં ટુ વ્હીલર, ફોર વ્હીલર, થ્રી વ્હીલર, અને ટ્રાન્સ્પોર્ટ વર્ગના વાહનોની સીરીઝોના નંબરો માટે આગામી તા.15 ડિસેમ્બરના રોજ રી-ઓક્શન માટે શરૂ કરવામાં આવશે. જેથી ઇચ્છા ધરાવતા વાહન માલિકો તેમના વાહનોનું રજીસ્ટ્રેશન કરાવી ઓનલાઇન http://parivahan.gov.in/fency પર ઓનલાઇન રજીસ્ટ્રેશન કરી રી-ઓક્શન માં ભાગ લઇ શકશે. રી-ઓક્શનના નિયમોનુસાર આગામી તા.15 ડિસેમ્બરે સાંજે 4 કલાકથી તા.17 ડિસેમ્બર સાંજે 3.59.59 સુધીમાં રી-ઓક્શન માટે ઓનલાઇન ફોર્મ રજીસ્ટ્રેશન કરી એપ્લીકેશન કરવાની રહેશે. તા.17 ડિસેમ્બરના સાંજે 4થી તા.19 ડિસેમ્બરના સાંજે 4 કલાક સુધી બીડીંગ ઓપન રહેશે. વાહનના સેલ લેટરમાં સેલ તારીખ થી 7 દિવસના અંદરના સીએનએ ફોર્મ જમાં કરાવનાર અરજદારો જ હરાજીમાં ભાગ લેવા અરજી કરી શકશે તથા સમય બહારની અરજીઓ રદ કરવામાં આવશે.એમ પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી દ્વારા જણાવાયું છે

Most Popular

To Top