નસવાડી: નસવાડી તાલુકાના ગનીયાબારી ગામે આંગણવાડીના બાળકોને આપવામાં આપવામાં આવતું દૂધ પ્રાથમિક શાળાના ઓટલા ઉપર જ બે દિવસથી પડી રહ્યું છે. આંગણવાડી ના કર્મચારીઓ પોતાના ઘર lમાં આંગણવાડી ચલાવે છે, ત્યારે આ દૂધ પ્રાથમિક શાળાના ઓટલા ઉપરથી ના લઈ જતા પ્રાથમિક શાળાના ઓટલા ઉપર દૂધ પડી રહ્યું છે.
નસવાડી તાલુકાનું ગનીયાબારી નસવાડી તાલુકાનું છેવાડા નું ગામ છે. ત્યાં આંગણવાડીનું મકાન ના હોવાથી આંગણવાડી કર્મચારીને ત્યાં આંગણવાડી ચાલે છે. જ્યારે દૂધ સંજીવની યોજનામાં દરેક આંગણવાડી ને દૂધ આપવામાં આવે છે. આ દૂધની થેલી બાળકોને આપવાની હોય છે, પરંતુ આંગણવાડી ના બાળકો માટે તારીખ 28:4:2025 ના સોમવાર ના રોજ દૂધ સપ્લાયર દ્વારા દૂધનું કેરેટ ગનીયાબારી પ્રાથમિક શાળાના ઓટલા ઉપર મૂકીને ગયો હોવા છતાંય આંગણવાડી કર્મચારી રોડ ઉપરથી દૂધ ના લઈ જતા કેરેટ 29 તારીખ સુધી પ્રાથમિક શાળાના ઓટલા ઉપર જ પડી રહ્યું છે.
ગુજરાતને કુપોષણ મુક્ત કરવાના સરકારના અભિગમ ઉપર પાણી ફરી વળ્યું છે
આંગણવાડી કર્મચારીઓ ફરજ ઉપર ધ્યાન આપતી નથી. બાળકોને આપવાનું દૂધ જ્યારે ગામ સુધી સરકાર પહોંચાડતી હોય ત્યારે તેઓ પ્રાથમિક શાળા ઉપરથી દૂધ પણ લઈ જતા નથી. આદિવાસી બાળકો માં કુપોષણ દૂર કરવા માટે સરકાર દૂધ સંજીવની યોજના ચલાવે છે. નસવાડી તાલુકાની 240 થી વધુ આંગણવાડીઓમાં લાખો રૂપિયાનો ખર્ચ કરીને સરકાર દૂધ આપે છે. આદિવાસી વિસ્તાર માં કુપોષણ મુક્ત બનાવવા માટે સરકાર મહેનત કરે છે, પરંતુ આઇસીડીએસ વિભાગના અધિકારીઓના વાંકે દર વર્ષે નવા બાળકોનો કુપોષણ માં ઉમેરો થાય છે. કુપોષણ મુક્ત કરવાના સરકારના અભિગમ ઉપર પાણી ફરી વળ્યું છે તેનો આ વરવો નમૂનો છે.