Vadodara

આપનો ઉપપ્રમુખ હોવાનો દાવો કરી આરોપીએ યુવક પાસેથી રૂ.14 હજાર વસૂલ્યા

વારસીયામાં દારૂ વેચતા હોવાની પોસ્ટથી બદનામ કરવાની ધમકી આપી ખંડણી માંગી

જાનથી મારી નાખવાની ધમકી આપતા યુવક દ્વારા પોલીસ ફરિયાદ નોંધાઇ

વડોદરા તારીખ 4

વડોદરા શહેરના વારસીયા પોલીસ સ્ટેશનમાં ખંડણી અને ધમકી આપવાના ગુનામાં એક ઇસમ સામે ફરિયાદ નોંધવામાં આવી છે. મળતી માહિતી મુજબ, ફરીયાદી મનીષ પરસોત્તમદાસ બેલાણી (રહે. સંતકવર કોલોની, વારસીયા)એ રીયાઝ હીશામુદ્દીન શેખ (રહે. શ્યામવાલા કોમ્પ્લેક્ષ, પાણીગેટ) સામે ગુનો નોંધાવ્યો છે.
ફરીયાદ મુજબ, નવો નવેમ્બર 2025 થી 2 એપ્રિલ 2026 દરમ્યાન આરોપીએ પોતાને આમ આદમી પાર્ટી વડોદરા શહેરના ઉપપ્રમુખ તરીકે ઓળખ આપી ફરીયાદી તથા તેના મિત્ર સોનુ વારસિયા દારૂનો ધંધો કરે છે તેવી ખોટી વાતો રિયાઝ શેખએ એના ફેસબુક આઈડી પર પોસ્ટ કરવાની ધમકી આપી હતી. આ રીતે સોશિયલ મીડિયા મારફતે બદનામ કરવાની ભીતિ ઉભી કરી આરોપીએ દર મહિને રૂપિયા ૨,૦૦૦ આપવાની માંગણી કરી હતી.
આ દબાણને કારણે યુવકે આરોપીને રૂ.૪,૦૦૦ ગુગલ પે દ્વારા તથા રૂ.૧૦,૦૦૦ રોકડા આપ્યા હતા. ત્યારબાદ પણ આરોપી અટક્યો નહોતો અને ફોન પર ગાળો આપી દર મહિને રૂ.૫,૦૦૦ આપવાની માંગણી કરી હતી. સાથે જ જો પૈસા નહીં આપે તો ફરી ફેસબુક પર પોસ્ટ મૂકશે અને પોલીસમાં ફરિયાદ કરશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ મામલે વારસીયા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે.

ખાંડણી માંગનાર રિયાઝ શેખ ને વારસિયા પોલીસે ગણતરીના કલાકોમાં જ ભદ્ર કચેરી પાસેથી ઝડપી પાડ્યો છે.

Most Popular

To Top