Vadodara

આન બાન શાનથી 215મો ભગવાન વિઠ્ઠલનાથજીનો વરઘોડો વડોદરાના રાજમાર્ગો પર નીકળ્યો


ભગવાન શ્રી વિઠ્ઠલનાથજીના વરઘોડામાં રાજમાતા શુભાંગીનીદેવી ગાયકવાડ ઉપસ્થિત રહ્યાં

શ્રીમંત મહારાજા ગાયકવાડ દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા સંચાલિત શ્રી વિઠ્ઠલનાથજી મંદિરે રાજવી પરિવાર દ્વારા ભગવાન વિઠ્ઠલનાથજીની આરતી કરવામાં આવી હતી આજે દેવપોઢી અગિયારસ નિમિત્તે દર વર્ષની જેમ આ વર્ષે પણ ભગવાન વિઠ્ઠલનાથજીનો વરઘોડો વડોદરા ના રાજમાર્ગો પર નીકળ્યો હતો.
ભગવાન વિઠ્ઠલનાથજી ચાંદીના રથમાં બિરાજમાન થઈ માંડવી ખાતે થી વડોદરાના રાજમાર્ગો પર નીકળ્યા હતા. મોટી સંખ્યામાં ભક્તો આ શોભાયાત્રામાં જોડાયા હતા અને ભગવાન વિઠ્ઠલનાથજી નો વરઘોડો માંડવી ખાતેથી નીકળી એમ જી રોડ, લહેરીપુરા,બપદ્માવતી શોપિંગ સેન્ટર, ગાંધીનગર ગૃહ, અમદાવાદ પોળ, રાવપુરા ટાવર ચાર રસ્તા, કોઠી ચાર રસ્તા, થઈને કીર્તિ મંદિર ખાતે પહોંચશે. ભગવાન વિઠ્ઠલનાથજી નું હરિ હર સાથે મિલન થશે ત્યારબાદ ભગવાન વિઠ્ઠલનાથજી નો વરઘોડો બપોરે નિજ મંદિરે પરત ફરશે.આજે વહેલી સવારે ત્રણ કલાકે મંગળા આરતી કરવામાં આવી હતી ત્યારબાદ શૃંગાર આરતી કરાઇ હતી. સવારે 9કલાકે રાજવી પરિવાર દ્વારા આરતી પૂજન બાદ ભગવાન શ્રી વિઠ્ઠલનાથજીના વરઘોડાને પ્રસ્થાન કરાવાયું હતો.
ભગવાન શ્રી વિઠ્ઠલનાથજીના વરઘોડામાં રાજમાતા શુભાંગીનીદેવી ગાયકવાડ, શહેર ભાજપ પ્રમુખ ડો.વિજય શાહ, શહેર કોંગ્રેસ પ્રમુખ ત્રૃત્વિજ જોશી, મ્યુનિ. કાઉન્સિલર અને પૂર્વ વિરોધ પક્ષના નેતા ચંદ્રકાન્ત શ્રીવાસ્તવ (ભથ્થુભાઇ), મ્યુનિ. કાઉન્સિલર અને પૂર્વ સ્થાઇ સમિતિના ચેરમેન ડો.હિતેન્દ્ર પટેલ સહિતના અન્ય કાઉન્સિલરો ઉપસ્થિત રહ્યાં હતાં.

Most Popular

To Top