Vadodara

આને કહેવાય દીવા તળે અંધારું! વડોદરા પાલિકાએ હવે ફાયર સેફ્ટીની કામગીરી શરૂ કરી

આ પાલિકા શું તમારી સુરક્ષા કરશે … પોતેજ તકલીફ માં છે

લો બોલો વડોદરા મહાનગર પાલિકા ફાયર ને લઈ તમારે ત્યાં ચેકીંગ કરશે ખુદ પોતાની કચેરી માં લાલિયાવાડી…

રાજકોટ અગ્નિકાંડ પછી પોતાને હોશિયારમાં ખપાવવા તંત્ર કામે લાગ્યું છે.વડોદરા શહેર માં મોલ,સિનેમા ઘર,સ્કૂલો,હૈરાઈઝ બિલ્ડિંગો ,ગેમ ઝોન એમ વિવિધ જગ્યા એ પાલિક ના અધિકારી સાથે ફાયર વિભાગ દ્વારા ચેકીંગ કરી નોટિસ આપે છે. ત્યારે ખુદ પાલિકા ની કચેરી રામ ભરોસે છે. અત્યાર સુધી પાલિકા ની કચેરી માંજ ફાયર સેફ્ટી નો અભાવ જોવા મળ્યો . ના કરે નારાયણ પણ જો પાલિકા ની કચેરી જ્યા થી વડોદરા નો વિકાસ કરવા માટે ની યોજના અને વડોદરા ના નાગરિકો નાં સ્વાસ્થ્ય અને સુરક્ષા ગઢવા માં આવે છે એ કચેરી માં જ્યા મેયર , સાસક્ષ પક્ષ અને મોટા અધિકારીઓ બેસે છે. ત્યાજ ફાયર સેફ્ટી ના નામે ફાયર બોટલો જ લગાવવા માં આવ્યા હતા.હજી સુધી ત્યાં આગ નો બનાવ થાય ત્યારે પંપ અને પાણી છાંટી આગ ઓલવવા માટે ના સાધનો નહતા લગાવવામાં આવ્યા હતા.
વડોદરા શહેર માં જ્યા ને ત્યાં નોટિસ આપતી અને દંડ ફટકારતી પાલિકા ને કોણ નોટિસ આપશે એ સવાલ ઊભો થયો છે સાથે આ પાલિકા સુ વડોદરા ની સુરક્ષા કરશે જે પોતાની કચેરી માં સુવિધા નો અભાવ હોય . આજરોજ વડોદરા મહાનગર પાલિકા માં ફાયર સેફ્ટી ના યંત્રો અને સિસ્ટમ પાઇપો સાથે લગાવવાનું કામ શરું કરવામાં આવ્યું હતું.

Most Popular

To Top