ધ્વજ વંદન કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ દ્વારા બનાવેલ રોબોટે આકર્ષણ જમાવ્યું
રોબોટે ધ્વજ વંદન માટે સમિતિના અધ્યક્ષને દોરી હાથમાં આપી

( પ્રતિનિધી )વડોદરા,તા.15
વડોદરા મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા 15 ઓગસ્ટ સ્વતંત્રતા દિવસના ધ્વજ વંદન કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ દ્વારા બનાવેલ રોબોટે આકર્ષણ જમાવ્યું હતું. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ દેસાઈના હાથમાં આ રોબોટે ધ્વજ વંદન માટે દોરી હાથમાં આપી અને ત્યારબાદ અધ્યક્ષ દ્વારા ધ્વજ વંદન કરાવવામાં આવ્યું હતું.


દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિકસિત ભારતનો સંકલ્પ લીધો છે ત્યારે ઠેર ઠેર ભારતને કેવી રીતે વિકસિત બનાવી શકાય તેની કલ્પના વાસ્તવિકમાં બનતી નજરે જોવા મળી રહી છે. જે વડોદરા મહાનગર પાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં આજરોજ 15 ઓગસ્ટ સ્વતંત્રતા દિવસ નિમિત્તે જોવા મળ્યો હતો. જ્યારે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના વિદ્યાર્થીઓ દ્વારા એક રોબોટ બનાવવામાં આવ્યો. ધ્વજ વંદન કાર્યક્રમ દરમિયાન નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ દેસાઈના હાથમાં આ રોબોટે ધ્વજ વંદન માટે દોરી હાથમાં આપી અને ત્યારબાદ અધ્યક્ષ દ્વારા ધ્વજ વંદન કરાવવામાં આવ્યું હતું. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના વિદ્યાર્થીઓ દ્વારા વિકસિત ભારતને આગળ વધવાનું સ્વપ્ન સાકાર કરવાના પ્રયત્નો એક જીવતો જાગતો નમૂનો રજૂ કરવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓ દ્વારા પોતાની ક્ષમતા અનુસાર તેમજ શિક્ષણ મેળવી આ રોબોટ બનાવવામાં આવ્યો હતો. આવા અનેકો શિક્ષણ પ્રવૃત્તિઓ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા વિદ્યાર્થીઓને ઘડતરમાં કરાવવામાં આવી છે. જેમાં ગણિત લેબ, સાયન્સ લેબથી વિદ્યાર્થીઓને પ્રેરણા મળી રહી છે. જેના થકી કઈ અલગ કરવાની ધગસ વિદ્યાર્થીઓમાં જાગી છે.
