નેશનલ હાઈવે પર રસ્તાની વચ્ચોવચ ટ્રક ઉભી રાખી દેતા અકસ્માત સર્જાયો
આણંદ પાસેથી પસાર થતા નેશનલ હાઈવે પર ચિખોદરાથી વાસદ તરફ જતાં વઘાસી નજીક હનુમાનજી મંદિર સામે બંધ પડેલી ટ્રક રસ્તાની વચ્ચોવચ પડી હતી. આ ટ્રક પાછળ એક્ટિવા અથડાતાં આધેડનું મોત નિપજ્યું હતું. આ અંગે આણંદ ગ્રામ્ય પોલીસે ગુનો નોંધ્યો હતો.
આણંદના વઘાસી ગામમાં રહેતા કિશન પટેલના પિતા જયપ્રકાશભાઇ ઉર્ફે બંટીભાઈ રમેશભાઇ પટેલ સાડીઓમાં સ્ટોન ચોંટાડવાનો વ્યવસાય કરતાં હતાં. તેઓએ ધંધા અર્થે એક્ટિવા ખરીદ્યું હતું. દરમિયાનમાં 24મીના રોજ રાત્રિના અગિયાર વાગ્યાની આસપાસ કિશન અને પરિવારજનો લગ્નમાં જવાની તૈયારી કરતાં હતાં. આ સમયે ચિખોદરાથી વાસદ તરફના રોડ પર હનુમાનજી મંદિરની સામે મેઇન રોડ પર ટેન્કરની પાછળ એક્ટિવા અથડાતાં ચાલકનું મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું હતું. આથી, કિશન તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યો હતો. જોયું તે ચિખોદરાથી વાસદ તરફ જતા નેશનલ હાઈવે પર હનુમાનજી મંદિર સામે વઘાસી નજીક મેઇન રોડ પર ટેન્કર નં.જીજે 6 એટી 7453 મેઇન રોડ પર ઉભી હતી અને આગળ – પાછળ સાઇડ પર લાઇટ કે પાર્કીંગ લાઇટ તેમજ રીફ્લેક્ટર કે કોઇ આડસ મુકેલી નહતી. જેના કારણે એક્ટીવા ટેન્ક પાછળ અથડાયું હતું જેમાં જયપ્રકાશભાઈને ગંભીર ઇજા પહોંચતાં તાત્કાલિક સારવાર માટે કરમસદ શ્રીકૃષ્ણ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં ફરજ પરના તબીબે મૃત્યુ પામેલા જાહેર કર્યાં હતાં. આ અંગે આણંદ ગ્રામ્ય પોલીસે ટેન્કર ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આણંદ પાસે ટ્રક પાછળ એક્ટિવા અથડાતાં આધેડનું મોત
By
Posted on