• વહેરાખાડી બ્રિજ નજીક આઈસર ટ્રક અથડાતા ડ્રાઈવર કેબિનમાં ફસાયો
• ફાયર બ્રિગેડે આધુનિક સાધનોની મદદથી રેસ્ક્યૂ કરી હોસ્પિટલ ખસેડ્યો
આણંદ:
આણંદ પાસેથી પસાર થતા એક્સપ્રેસ હાઈવે પર વહેલી સવારે ગંભીર અકસ્માતની ઘટના સામે આવી હતી. વહેરાખાડી બ્રિજ નંબર 25 નજીક GJ 18 BT 7429 નંબરની આઈસર ટ્રક અકસ્માતનો ભોગ બનતા ગાડીની કેબિનનો બુકડો બોલી ગયો હતો અને ડ્રાઈવર અંદર ફસાઈ ગયો હતો.

માહિતી મુજબ અકસ્માતમાં ટ્રકના ચાલક બાબુલાલ ગરાસિયા કેબિનમાં ગંભીર રીતે ફસાઈ ગયા હતા. બનાવની જાણ થતાં આણંદ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. ટીમે ERVના આધુનિક સાધનોનો ઉપયોગ કરીને ભારે જહેમત બાદ ડ્રાઈવરને બહાર કાઢી તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યો હતો.
આ બચાવ કામગીરી દરમિયાન ફાયર ઓફિસર ધર્મેશ ગોરના નેતૃત્વમાં ફાયર ડ્રાઈવર અવિનાશ પરમાર તેમજ ફાયરમેન મહિન્દ્રસિંહ રાઠોડ, મુકેશ પરમાર, પરિમલ મંડોર, પ્રદીપ ડામોર અને વનરાજ ડામોરે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. ફાયર બ્રિગેડની સમયસર કામગીરીના કારણે ડ્રાઈવરને બચાવી શકાયો હતો.