Vadodara

આણંદ નગરપાલિકા  દ્વારા વિવિધ વિસ્તારોમાં ધાર્મિક સ્થળોની સાફ-સફાઈનુ  અભિયાન 

આણંદ શહેરના વિવિધ વિસ્તારમાંથી અત્યાર સુધી કૂલ 630 ટન જેટલો કચરો એકઠો કરવામાં આવ્યો

(પ્રતિનિધિ) આણંદ તા 23 

આણંદ જિલ્લામાં સ્વચ્છતા અભિયાન અંતર્ગત આણંદ નગરપાલિકા વિસ્તારમાં રસ્તાઓ ઉપર પડેલ કચરો સાફ સફાઈ કરવા માટે જિલ્લા કલેકટર  પ્રવીણ ચૌધરીએ આપેલી સૂચના મુજબ ખાસ સ્વચ્છતા ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. 

સ્વચ્છતા અભિયાન અંતર્ગત સોમવારે આણંદ નગરપાલિકા વિસ્તારમાં ચીફ ઓફિસર  એસ. કે. ગરવાલ ના માર્ગદર્શન હેઠળ આણંદ નગરની સ્વચ્છતા કરવામાં આવી હતી. 

“સ્વચ્છતા હી સેવા-2024” અભિયાન અંતર્ગત આણંદ નગરપાલિકા દ્વારા નગરપાલિકામાં વિસ્તારમાં આવેલ ધાર્મિક સ્થળો  જેવા કે, સાઇ બાબા મંદિર, બેઠક મંદિર,  જલારામ મંદિર,  સ્વામિનારાયણ મંદિર, વેરાઈ માતા મંદિર, અંબે માતા મંદિર વગેરે ધાર્મિક સ્થળોની સાફ-સફાઈ કામગીરી કરવામાં આવી હતી.  આ અભિયાન અંતર્ગત આણંદ નગરપાલિકા વિસ્તારમાં અત્યાર સુધી 630 ટન જેટલો કચરો એકઠો કરવામાં આવ્યો હતો અને તેનું નગરપાલિકાના પ્રોસેસિંગ પ્લાન્ટ ખાતે પ્રોસેસ કરવામાં આવ્યો  હોવાનું નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા જણાવાયું છે.

Most Popular

To Top