Charotar

આણંદ જિલ્લા ભાજપ સંગઠનની રચના જાહેર મહામંત્રી તરીકે જગત પટેલ અને કોષાધ્યક્ષ સુનીલ શાહ

આણંદ જિલ્લા ભાજપ સંગઠનની રચના જાહેર કરવામાં આવી છે. નવા જાહેર કરાયેલા સંગઠનમાં ઉપપ્રમુખ,મહામંત્રી, મંત્રી, કોષાધ્યક્ષની નિમણૂક જાહેર કરવામાં આવી છે. આ નિમણૂકોની સાથે સાથે વિવિધ મોરચાના પ્રમુખ કન્વિનરની પણ જાહેરાત કરવામાં આવી છે.
નવા નિમાયેલા હોદ્દેદારો પૈકી માત્ર જગતભાઈ પટેલ ને મહામંત્રી તરીકે અને કોષાધ્યક્ષ તરીકે સુનીલ શાહને રિપિટ કરવામાં આવ્યા છે.
જ્યારે અન્ય તમામ હોદ્દાઓ માટે નવા કાર્યકરોની પસંદગી કરવામાં આવી છે. મહામંત્રી તરીકે જગત પટેલ આણંદ, પ્રવિણ વાઘેલા તારાપુર અને વિપુલ શાહ સોજીત્રાની નિમણૂક કરવામાં આવી છે. ઉપપ્રમુખ પદ સમગ્ર જીલ્લામાંથી કુલ આઠ નિમણૂક આપવામાં આવી છે. જેમાં બોરસદ નગરપાલિકા પૂર્વ આરતીબેન પટેલ , પૂર્વ સાંસદ દિલિપભાઈ પટેલના પુત્ર સુનિત પટેલનો સમાવેશ કરાયો છે. કાર્યાલય મંત્રી તરીકે ભાવેશભાઈ પટેલને યથાવત રખાયા છે.
આણંદ જિલ્લા કિસાન મોરચાના પ્રમુખ તરીકે દત્તેશ અમીન વિરસદ, યુવા મોરચાના પ્રમુખ તરીકે ભાગ્યેશ વ્યાસ, મહિલા મોરચાના પ્રમુખ તરીકે મયુરીબેન પટેલ, બક્ષીપંચ મોરચાના પ્રમુખ તરીકે હિતેશ ભરથરીની નિમણૂક કરવામાં આવી છે.

Most Popular

To Top