પ્રતિનિધિ આણંદ તા 6
આણંદ જિલ્લાના ભાજપના સંગઠનમાં પ્રમુખ તરીકે ખંભાત તાલુકા રાલજ ગામના વતની અને ખંભાત વિધાનસભા મત વિસ્તારના પૂર્વ ધારાસભ્ય સંજયભાઈ પટેલની વરણી કરવામાં આવી છે.
આણંદ જિલ્લાના ભાજપના પ્રમુખ કોણ નિયુક્ત થશે તે બાબતે છેલ્લા બે માસથી અનેક અટકળો વહેતી થઇ હતી. આખરે ભાજપના પ્રદેશ સંગઠન દ્વારા આણંદ જિલ્લાના ભાજપના પ્રમુખ તરીકે સંજયભાઈ પટેલના નામની જાહેરાત કરવામાં આવી છે.
ખંભાત વિધાનસભાના ધારાસભ્ય તરીકે સંજયભાઈ પટેલ અગાઉ ચુંટાઈ આવ્યા હતા . સંજયભાઈ પટેલ અઢી દાયકાથી જાહેર જીવનમાં સક્રીય રહેલા છે. તેઓ ભાજપના સક્રિય સભ્ય છે તેઓ પોતાના વતન રાલજ ગામના સરપંચ તરીકે પણ જવાબદારી સંભાળી ચુક્યા છે.
હાલમાં કર્ણાવતી મહાનગર ભાજપ સંગઠનની પ્રભારી તરીકે પણ જવાબદારી સંભાળે છે . તેઓએ ખંભાત તાલુકા સંગઠનથી લઈ વિવિધ જીલ્લામાં સંગઠન પ્રભારી તરીકે જવાબદારી નિભાવી છે
નાવલી ભાજપ કાર્યાલય ખાતે પ્રમુખના નામની જાહેરાત કરાઈ હતી . આણંદ જિલ્લા ભાજપ પ્રમુખના નામની જાહેરાત થતાં હોદ્દેદારો અને કાર્યકરોએ અભિનંદન પાઠવ્યા
