Charotar

આણંદ જિલ્લા ન્યાયાલયનો સુપ્રિટેન્ડેન્ટ રૂપિયા 15 હજારની લાંચ લેતાં રંગેહાથ ઝડપાયો

મકાનનુ પજેશન (કબ્જા)ની નોટિસ નીકળવાની જાણ કરવા સારુ 25 હજારનો વ્યવહાર નક્કી થયો


આણંદ: આણંદના જિલ્લા ન્યાયાલય ખાતે
સરફેસી એક્ટ હેઠળ લાંચ કેસના ફરીયાદીએ મકાનનો કબ્જો મેળવવા અગાઉ નામ સીવીલ કોર્ટ, આણંદ ખાતે ન્યાયીક પ્રક્રિયા કરી હતી. આ‌ સંદર્ભમાં ચુકાદા મુજબ સીવીલ કોર્ટ, આણંદે ગત23મી એપ્રિલના રોજ ફરીયાદીના મકાનનો કબ્જો બેન્કને સોંપવા હુકમ કરેલો હતો.. જે હુકમની અમલવારી કરવા કોર્ટે, કોર્ટ કમીશ્નર મુજબ કાર્યવાહી કરવા જણાવતા 31 મી ઓગષ્ટ રોજ કોર્ટ કમીશ્નર તથા આરોપી ઉસ્માનગનીનાઓ ફરીયાદીના મકાનનો કબ્જો બેન્કને સોંપવા માટે ફરીયાદીના ઘરે ગયા હતા. પરંતુ મકાનનો કબ્જો બેન્કને અપાવ્યો નહોતો. બાદ આરોપી ઉસ્માનગનીએ રૂબરૂમાં તેમજ ટેલીફોનિક સંપર્ક કરી ફરિયાદીના મકાનનો કબ્જો લેવા કોર્ટના માણસ આવે તેની જાણ તથા આગામી પજેશન (કબ્જા) ની નોટીસ નીકળશે તેની જાણ કરવા સારુ આરોપી ઉસ્માનગનીએ વ્યવહાર પેટે રૂ.25 હજારની લાંચની માંગણી કરી હતી. લાંચની કુલ રકમ પૈકી 10 હજાર આગાઉ લઇ લીધેલા હતા અને બાકીના 15 હજારની માંગણી કરતા હતા . પરંતુ લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોવાથી એ.સી.બી. નો સંપર્ક કર્યો હતો. એસીબી કચેરી આણંદ ખાતે પોતાની ફરીયાદ આપતા ફરીયાદ આધારે આઠમી સપ્ટેમ્બરે લાંચના છટકાનુ આયોજન કરવામાં આવ્યું હતુ. આ છટકા દરમ્યાન આરોપીએ ફરીયાદી સાથે લાંચની રકમ વાતચીત કરી, લાંચના નાણા રૂપિયા 15ની માંગણી કરી હતી . આ રકમ સ્વીકારતાં ટ્રેપીંગ અધિકારી
એમ.એલ.રાજપુત, પોલીસ ઇન્સ્પેકટર, આણંદ એ.સી.બી. પો.સ્ટે., આણંદ તથા ટીમના હસ્તે આણંદ જીલ્લા ન્યાયાલયનો સુપ્રિટેન્ડેન્ટ વર્ગ ઝડપાયો છે. સુપરવિઝન અધિકારી કે.બી.ચુડાસમા, મદદનીશ નિયામક, એ.સી.બી., અમદાવાદ એકમ, અમદાવાદના માર્ગદર્શન હેઠળ આણંદ એલસીબી દ્વારા આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
રૂપિયા 15 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાઇ ગયેલ ઉસ્માનગની ઇસ્માઇલગની મીરનો હોદ્દો-સુપ્રિટેન્ડેન્ટ, વર્ગ-૩, છે. જે ચોથા એડી.સીનીયર સીવીલ જજની કોર્ટ, જીલ્લા ન્યાયાલય, આણંદ. ખાતે ફરજ પર હતા. જોકે સમગ્ર જીલ્લામાં સૌ પ્રથમ વખત જ જીલ્લા ન્યાયાલયનો કર્મચારી લાંચની રકમ લેતાં રંગેહાથ ઝડપાઈ ગયો હોવાથી સમગ્ર જીલ્લામાં ચકચાર મચી જવા પામી છે.

Most Popular

To Top