Charotar

આણંદ જિલ્લામાં બોર્ડના 3988 વિદ્યાર્થી પૂરક પરીક્ષા આપશે

આગામી 24મી જૂનથી ધો10 અને ધો 12ની  પૂરક પરીક્ષા શરૂ થશે

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી 24મી જૂનથી ધો10 અને ધો 12ની પૂરક પરીક્ષા યોજાનાર છે.ત્યારે આણંદ જિલ્લામાં સામાન્ય પ્રવાહમાં 2461 અને વિજ્ઞાન પ્રવાહમા1528 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. જેના ભાગરૂપે આણંદ જિલ્લા શિક્ષણ વિભાગે અત્યાર થી તડામાર તૈયારીઓને આખરી ઓપ આપી દેવાયો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર શિક્ષણ બોર્ડ દ્વારા ચાલુ વર્ષે પૂરક પરીક્ષાના સમગ્ર માળખામાં ફેરફાર કર્યો છે.ત્યારે વિષયોની સંખ્યામાં વધારો કર્યો હોવાથી ધો 10માં 1 અથવા 2 વિષય નાપાસ થયેલા વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષા આપી શકતા હતા. પરંતુ આ વર્ષે 3 વિષય સુધીના વિદ્યાર્થીઓને પૂરક પરીક્ષા માટે લાયક ગણવામાં આવ્યાં છે. ચાલુવર્ષે આગામી 24 જૂન થી પૂરક પરીક્ષા શરૂ થનાર છે.જે 4 જુલાઇ સુધી પરીક્ષા યોજાશે. જેમાં આણંદ જિલ્લામાંથી ધો 10 અને 12માં થઇને કુલ 3989 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. બીજી તરફ ધો -12 સામાન્ય પ્રવાહની 1 વિષયમાં નાપાસ થયેલા વિદ્યાર્થી પરીક્ષા આપી શકતાં હતા ચાલુવર્ષે 2 વિષય કરાયા છે.આમ આણંદ જિલ્લા શિક્ષણ વિભાગની પૂરક પરીક્ષા અંગેની તડામાર તૈયારીઓને આખરી ઓપ આપી દેવાયો છે.

Most Popular

To Top