વચેટિયો અને રેવન્યુ તલાટીને ઝડપી પડ્યા, એસીબીની સફળ ટ્રેપ!.
આણંદમાં એ.સી.બી.ની ટીમએ મોટી સફળતા હાંસલ કરી છે. રેવન્યુ તલાટી અને વચ્ચેટીયાને 10 હજારની લાંચ સ્વીકારતા ઝડપી પાડ્યા છે.
મળતી વિગતો મુજબ, આણંદ ગ્રામ્ય મામલતદાર કચેરીમાં રેવન્યુ તલાટી તરીકે ફરજ બજાવતા ગૌરવ રાજપૂત અને વચ્ચેટિયા બદરુદ્દીન મલેકને એ.સી.બી.એ ઝડપી પાડ્યા છે.
આ બંને અધિકારીઓએ જમીનમાં વારસાઈ બાબતે મંજુર થયેલી નોંધ બાબતે લાંચ માંગી હતી. એ.સી.બી.એ આ બંને સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
એ.સી.બી.ની આ કાર્યવાહીથી લાંચ્યા બાબુઓમાં ફફડાટ ફેલાયો છે.