આણંદ: મુંબઈ થી દિલ્હી (પાણીપથ) જઈ રહેલા એક કન્ટેનર ટ્રક (નંબર RJ-52-GA-7915) માં રાત્રે 10:00 વાગ્યે આણંદના ભાલેજ રોડ તરફના એક્સપ્રેસ હાઈવે પર આગ લાગી હતી. ફાયર ઓફિસર ધર્મેશ ગોરની સુચના મુજબ ફાયર ફાઈટર ટીમ તુરંત ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.
સબ ઓફિસર વિશાલસિંહ ડોડ, ફાયર ડ્રાઈવર અવિનાશ પરમાર, વિમલ પંચાલ, ફાયરમેન મહેન્દ્રસિંહ રાઠોડ, યુવરાજસિંહ રાઠોડ સહિતની ટીમે 4 કલાકની ભારે જહેમત બાદ પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લઈને બુઝાવી દીધી હતી. સદ્ભાગ્યે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી.
ટ્રકમાં બેડશીટનું મટીરીયલ અને પુસ્તકો ભરેલા હતા.