Charotar

આણંદમાં આરોગ્ય કર્મચારીઓની અચોક્કસ મુદતની હડતાળ

પગાર વિસંગતતા અને ખાતાકીય પરીક્ષા રદ કરવા માગ

(પ્રતિનિધિ) આણંદ તા 17

આણંદ જિલ્લા આરોગ્ય કર્મચારી મંડળે સોમવારે અચોક્કસ મુદતની હડતાળની શરૂઆત કરી છે. કર્મચારીઓની મુખ્ય માંગણીઓમાં આરોગ્ય કર્મચારીની કેડરને ટેકનિકલ ગણી પગાર વિસંગતતા દૂર કરવી અને ખાતાકીય પરીક્ષા રદ કરવાની માગણી કરવામાં આવી છે.

મંડળના પ્રમુખ ધર્મેશ ઠાકોરના જણાવ્યા અનુસાર, કર્મચારીઓએ સરકારને આ પ્રશ્નોના નિરાકરણ માટે 10 દિવસનું અલ્ટીમેટમ આપ્યું હતું. સરકાર તરફથી કોઈ યોગ્ય પ્રતિસાદ ન મળતા કર્મચારીઓએ હડતાળનો માર્ગ અપનાવ્યો છે.

500 કરતાં વધુ  સંખ્યામાં આરોગ્ય કર્મચારીઓએ આણંદ  ખાતે હાજરી આપી હતી. તેમણે કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીને આવેદનપત્ર સુપ્રત કર્યું હતું. કર્મચારીઓએ ચેતવણી આપી છે કે જો તેમની માંગણીઓનું વહેલી તકે નિરાકરણ નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે. 

Most Popular

To Top