Charotar

આણંદના લાંભવેલ રોડ ઉપર આવેલી હોટલ ક્રિસન્ટ સીલ કરાઈ

મહાનગરપાલિકાના દ્વારા આકસ્મિક ચેકિંગ કરતા સ્વચ્છતાના અભાવ જોવા મળ્યો

આણંદ.
આણંદ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગની ટીમ દ્વારા આકસ્મિક મહાનગરપાલિકા વિસ્તારની વિવિધ હોટલ રેસ્ટોરન્ટ ખાતે જાહેર સ્વચ્છતા બાબતે તપાસણી હાથ ધરવામાં આવી હતી.

આણંદ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગની ટીમ મેડિકલ ઓફિસર ઓફ હેલ્થ, સેનેટરી ઇન્સ્પેક્ટર અને ટીમ દ્વારા આણંદમાં લાંભવેલ રોડ ઉપર આવેલી ઇન્દિરા સ્ટેચ્યુ પાસેની હોટલ ક્રિસન્ટ ખાતે જરૂરી તપાસણી કરતા જાહેર આરોગ્યને નુકસાન કરતી ગંભીર ક્ષતિઓ જોવા મળી છે, જેમાં સ્વચ્છતા નો અભાવ જોવા મળ્યો છે અને ગંદકી જોવા મળી હતી.

આણંદ મહાનગરપાલિકાની ટીમ દ્વારા આ હોટલ ખાતે હાઈજીન અને સ્વચ્છતા બાબતે જરૂરી તપાસણી કરતા બિલકુલ હાઈજિન ન હોઈ અને લોકોના આરોગ્યને જોખમી રૂપ હોય તાત્કાલિક અસરથી આ હોટલ કાયદાની જોગવાઈ ને આધીન જીપીએમસીની કલમ ૩૭૬ એ અંતર્ગત સીલ કરવામાં આવી છે.

આણંદ મહાનગરપાલિકા વિસ્તારની હોટલ, રેસ્ટોરન્ટ અને ખાણીપીણીના એકમો હાઇજિન અને સ્વચ્છતા રાખે તે માટે આણંદ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના મેડિકલ ઓફિસર ઓફ હેલ્થ ડો. રાજેશભાઈ પટેલ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

Most Popular

To Top