Charotar

આણંદના બંસીધર ફ્લેટના ઇલેક્ટ્રિક મીટરોમાં ભીષણ આગ

વહેલી સવારે શોર્ટ સર્કિટના કારણે લાગેલી આગના પગલે ફાયર વિભાગે કાબૂ મેળવ્યો

આણંદ.
આણંદ શહેરના બંસીધર ફ્લેટમાં મંગળવાર વ્હેલી સવારે શોર્ટ સર્કિટના કારણે મીટર રૂમમાં આગ લાગી હતી. જેને ફાયર બ્રિગેડે તાત્કાલિક સ્થળ પર પહોંચી બુજાવી હતી.
આણંદના જૂની સિવિલ કોર્ટ પાસે આવેલા બંસીધર ફ્લેટમાં મંગળવાર વહેલી સવારે 3-30 કલાકે ઇલેક્ટ્રિક મીટરોમાં શોર્ટ સર્કિટ થતા અચાનક આગ ફાટી નીકળી હતી. આ ઘટનાની જાણ થતા જ કરમસદ આણંદ ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીસના કંટ્રોલરૂમ દ્વારા ત્વરિત કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ફાયર ઓફિસર ધર્મેશ ગોરની સૂચના મુજબ ફાયર ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ફાયર ફાઈટર સાથે ડ્રાઈવર હર્ષિલ પટેલ તથા ફાયરમેન મહેન્દ્રસિંહ રાઠોડ, મુકેશ પરમાર અને યુવરાજસિંહ રાઠોડે ભારે જહેમત બાદ પાણીનો મારો ચલાવી આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યો હતો. સદનસીબે, આ સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, જેના કારણે મોટી દુર્ઘટના ટળી હતી.

Most Popular

To Top