પ્રતિનિધિ આણંદ તા 12
આણંદ અમુલ નિયામક મંડળની ચૂંટણીની મતગણતરી આજે શુક્રવારે સવારે નવ વાગ્યે શરૂ કરવામાં આવી હતી. જેમાં નિયમાનુસાર પ્રથમ વ્યકિતગત સભાસદ બેઠક માટે યોજાયેલ મતદાનની ગણતરી હાથ ધરવામાં આવી હતી.
મતગણતરી માટે મતપેટીઓ ખોલવામાં આવી હતી. મતગણતરી માટેની પ્રક્રિયા દરમિયાન કુલ સાત મત ગણવામાં આવ્યા હતા. તમામ સાત મત માન્ય રહ્યા હતા. જાહેર થયેલા પરિણામમાં સાત મત પૈકી ચાર મત વિજયભાઈ ફુલાભાઈ પટેલને મળ્યા હતા. જ્યારે હરીફ ઉમેદવાર રણજીતભાઇ કાન્તીભાઈ પટેલને ત્રણ મત મળ્યા હતા. આમ એક મત વધારે મેળવનાર ભાજપ પ્રેરિત પેનલના વિજયભાઈ ફુલાભાઈ પટેલને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા .
મતગણતરી બાદ ગણતરીની મિનિટોમાં જ ભાજપ પ્રેરીતના પેનલના વ્યકિતગત સભાસદ બેઠકના ઉમેદવાર વિજયભાઈ ફુલાભાઈ પટેલ વિજેતા જાહેર કરાતાં ભાજપની છાવણીમાં આનંદનો માહોલ છવાયો છે.