Vadodara

આજે સૌભાગ્યવતી સ્ત્રીઓએ કેવડા ત્રીજ એટલે કે હરતાલીકા વ્રત પૂજન કર્યું

આજરોજ ભાદરવા સુદ ત્રીજ સાથે કેવડા ત્રીજ છે જેને હરતાલીકા ત્રીજ તરીકે પણ ઓળખાય છે.શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલા શ્રી કુબેરેશ્વર મહાદેવ મંદિર ખાતે સૌભાગ્યવતી સ્ત્રીઓ દ્વારા પતિના દીર્ઘાયુ તથા આરોગ્ય સુખાકારીની કામના સાથે આ વ્રત પૂજન કરવામાં આવ્યું હતું.શાસ્ત્રોમા જણાવ્યા અનુસાર, હિમાલયના પુત્રી સતીજીનુ સગપણ પિતા હિમાલયે ભગવાન વિષ્ણુ સાથે કરતાં સતીજીને પસંદ ન હોવાથી તેમણે પોતાની સહેલીને જણાવ્યું હતું કે તેમને શિવજી પસંદ છે ત્યારે સહેલી તેમને લઇને જંગલમાં જતા રહ્યા હતા એટલે કે સતીજીને હરી લીધા હતા સતીજીએ વનમાં કંઈ ન મળતાં રેતીનું શિવલિંગ બનાવી ભગવાન શિવજીની આરાધના કરી હતી અને શિવજીને વર તરીકે પામ્યા હતા જેથી હરતાલીકા વ્રત કરવાથી પતિના દીર્ઘાયુ, આરોગ્ય સુખાકારી માટેની કામના સાથે સૌભાગ્યવતી સ્ત્રીઓ દ્વારા આ વ્રતને નિર્જળા કરવામાં આવે છે અને રેતી/માટીના શિવલિંગ બનાવી પૂજન કરવામાં આવે છે શિવજી અને માતા પાર્વતીને ફળો, કેવડો, ફૂલો,શૃંગાર, વસ્ત્રો ઇત્યાદી ચઢાવી પૂજા કરી રાત્રે જાગરણ કરી વહેલી પરોઢે રેતીના શિવલિંગ નું જળાશયોમાં વિસર્જન કરી વ્રત ની પૂર્ણાહુતિ કરવામાં આવે છે ત્યારે શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલા શ્રી કુબેરેશ્વર મહાદેવ મંદિર ખાતે સૌભાગ્યવતી સ્ત્રીઓ દ્વારા હરતાલીકા વ્રત,કેવડા વ્રત પૂજન કરવામાં આવ્યું હતું.

Most Popular

To Top