વડોદરા શહેર અને જિલ્લામાં છેલ્લા બે દિવસથી મેઘ મહેર જોવા મળી છે. ગઇકાલે વડોદરામાં વરસાદી ઝાપટા વરસ્યા હતા. જોકે આજ સવારથી વડોદરા જિલ્લાના શિનોર સહિતના પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ભારે વરસાદ પડવાના કારણે શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં પાણી ભરાયા હોવાના અહેવાલ છે. આજે સવારે 10 વાગ્યા સુધીનો વરસાદ સવારે 10 વાગ્યા સુધીમાં શિનોરમાં 41 મિ.મી., વડોદરા શહેરમાં 20 મિ.મી., કરજણમાં 14 મિ.મી., સાવલી, ડભોઇ અને પાદરામાં 7-7 મિ.મી.અને વાઘોડિયામાં 4 મિ.મી. વરસાદ ખાબક્યો છે. જ્યારે ગત 24 કલાકમાં શહેર જિલ્લામાં પડેલા વરસાદ અંગે જાણીએ તો ડભોઇમાં 7 મિ.મી, ડેસરમાં 3 મિ.મી, કરજણમાં 7, પાદરામાં 9, સાવલીમાં 17, શિનોરમાં 4, વડોદરામાં 8 અને વાઘોડિયામાં 4 મિ.મી. વરસાદ વરસ્યો છે.
બે-ત્રણ દિવસથી મેઘ મહેર થવાથી શહેરના કેટલાક નીચાણવાળા વિસ્તારમાં સામાન્ય વરસાદમાં પણ પાણી ભરાઇ ગયા છે. વડોદરા શહેર-જિલ્લામાં છેલ્લા કેટલાય દિવસોથી મેઘરાજાએ તેમની અવિરત મહેર વરસાવતા વડોદરા શહેરમાં માંડવી, મંગળબજાર, રાવપુરા, કારેલીબાગ સહીતના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે. જેના કારણે વાહનચાલકો અને દુકાનદારો મુશ્કેલીમાં મુકાયા છે.શહેરમાં ટ્રાફિક જામની સમસ્યા થી લોકો પરેશાન..