આજે સંકષ્ટ ચતુર્થી નિમિત્તે શહેરના રાવપુરા,ભાઉકાળેની ગલીમાં આવેલ શ્રી રિધ્ધિ સિધ્ધિ ગણેશજી મંદિર ખાતે ભક્તોએ દર્શન પૂજન કર્યા
આજે વિક્રમ સવંત 2081ને કારતક વદ ત્રીજ જે 18:57સુધી રહેશે ત્યારબાદ સંકષ્ટ ચતુર્થી છે.
હિન્દુ નવવર્ષની આ પ્રથમ સંકષ્ટ ચતુર્થી છે.આજે ભક્તો રાત્રે 08:17કલાકે ચંદ્રદર્શન કરી શકશે. અમાસ થી પૂનમ સુધી પિતૃપક્ષ દરમિયાન તથા કોઇપણ પૂજનમાં સૌ પ્રથમ ગણપતિનું પૂજન કરવામાં આવે છે શ્રીજીને વિધ્નહર્તા કહેવામાં આવે છે ત્યારે આજે સંકષ્ટ ચતુર્થી નિમિત્તે શહેરના રાવપુરા વિસ્તારમાં આવેલા ભાઉકાળેની ગલીમાં આવેલ શ્રી રિધ્ધિ સિધ્ધિ ગણેશજી મંદિર ખાતે વિશેષ પૂજા અર્ચનાનું આયોજન કરવામાં આવ્યું છે.અહિ ભક્તોએ મોટી સંખ્યામાં રિધ્ધિ સિધ્ધિ ગણેશજી ના દર્શન પૂજન કર્યા હતા.