
પવિત્ર શ્રાવણ માસ શરૂ થતાં જ હિન્દુ ધર્મના વિવિધ ધાર્મિક તહેવારોની પણ શરુઆત થઈ જાય છે ત્યારે ગતરોજ બુધવારે શ્રાવણ સુદ છઠ્ઠ ને રાંધણ છઠ્ઠ ના દિવસે વિવિધ વસ્તુઓ બનાવે છે તે રીતે રાંધણ છઠ્ઠ ના દિવસે વડાં,પૂરીઓ,પાતળાનાપાનના ભજીયા વિગેરે બનાવ્યા હતા ત્યારબાદ અને આજે વહેલી ઘરની રસોઇમાં ગેસ અથવા ચૂલાની સફાઇ કરી ત્યાં દીવો કર્યો હતો ત્યારબાદ માંજલપુર વિસ્તારમાં બહેનોએ શ્રી કુબેરેશ્વર મહાદેવ મંદિર પરિસરમાં શીતળા માતાની માટીની પ્રતિમા પર જળથી,દૂધથી અભિષેક કરી રૂની પૂણીથી વસ્ત્ર અર્પણ કરી,ગરોની વેલ ચઢાવે છે સાથે જ દિવો અગરબત્તી કરી પુષ્પો,ફળો તથા શ્રીફળ ચઢાવી પૂજન કરે છે અને શીતળા માતા પાસે બાળકો અને પરિવારના આરોગ્ય ની સુખાકારી ની કામના સાથે પ્રાર્થના કરી હતી આજે શીતળા સાતમે ઘરમાં ચૂલો કે ગેસ સળગાવવામાં નહીં આવે અને ફક્ત ઠંડું જ ભોજન આરોગી શીતળા સાતમની શ્રદ્ધાભેર ઊજવણી કરવામાં આવશે.

