Vadodara

શહેરમાં સૌભાગ્યવતી સ્ત્રીઓ દ્વારા વટસાવિત્રી વ્રતની પૂજા કરવામાં આવી

હિંદુ ધર્મમાં વટ સાવિત્રી વ્રતને ઘણું મહત્વ આપવામાં આવ્યું છે. આ વ્રત પરિણીત મહિલાઓ પોતાના પતિની દીર્ઘ આયુષ્યની કામના માટે કરે છે અને વટ વૃક્ષ એટલે કે વડના ઝાડની પૂજા કરે છે.હિંદુ ધર્મમાં વટ સાવિત્રી વ્રતને ખાસ મહત્વ આપવામાં આવે છે. સુહાગન મહિલાઓ માટે વટ સાવિત્રી વ્રત શ્રદ્ધા, સમર્પણ અને પ્રેમનું પ્રતિક માનવામાં આવે છે. આ દિવસે મહિલાઓ નિર્જળ ઉપવાસ કરે છે, કથા સાંભળે છે અને વટ વૃક્ષની વિધિપૂર્વક પૂજા કરીને તેની પરિક્રમા કરે છે.

આ દિવસે વટ વૃક્ષ પર દોરો બાંધવાની પણ પરંપરા છે.
આ દિવસે સુહાગન સ્ત્રીઓ પોતાના પતિની લાંબી આયુષ્ય, સારી તંદુરસ્તી અને સુખી કુટુંબજીવન માટે વ્રત કરે છે. સાથે સાથે, તેઓ વટ વૃક્ષ (વડના ઝાડ)ની પૂજા કરે છે, જેને અખંડ સૌભાગ્ય અને દીર્ઘ આયુષ્યનું પ્રતિક માનવામાં આવે છે. વટ સાવિત્રી વ્રતને ભારતમાં જુદા જુદા પ્રદેશોમાં જુદા જુદા નામોથી ઓળખવામાં આવે છે, જેમ કે – બડમાસ, વટ અમાવસ્યા વગેરે ત્યારે શહેરમાં આજે સવારથી સૌભાગ્યવતી સ્ત્રીઓ દ્વારા અલગ અલગ મંદિરોમાં તથા વટવૃક્ષ નીચે વટસાવિત્રી વ્રતની પૂજા કરી હતી

Most Popular

To Top