ત્રણ અલગ અલગ સ્થળોએ બ્લડ કેમ્પમાં મોટી સંખ્યામાં લોકો દ્વારા રક્તદાન કરવામાં આવ્યું

આજે તા.14 જૂન એટલે વિશ્વ રક્તદાતા દિવસ. વર્ષ 1868માં 14 જૂને કાર્લ લેન્ડસ્ટિનરનો જન્મ થયો હતો. આ જીવ વૈજ્ઞાનિકે જ માનવ શરીરમાં વિવિધ ગ્રૂપના લોહી છે તેનું સંશોધન કર્યુ હતુ અને આ મહત્વપૂર્ણ રિસર્ચ બદલ વર્ષ 1930માં તેમને ફિઝિયોલોજીમાં નોબેલ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો.

વિશ્વ રક્તદાન દિવસ 14 જૂનના રોજ ઉજવાય છે. વિશ્વ આરોગ્ય સંસ્થા WHO દ્વારા દર વર્ષે 14મી જૂને ‘રક્તદાન દિવસ’ ઉજવવામાં આવે છે. વર્ષ 1997માં વિશ્વ આરોગ્ય સંસ્થાએ 100 ટકા સ્વૈચ્છિક રક્તદાન નીતિનો પાયો નાખ્યો હતો. વર્ષ 1997માં સંસ્થાએ લક્ષ્ય નક્કી કર્યું હતું કે વિશ્વના 124 મોટા દેશોએ સ્વૈચ્છિક રક્તદાનને પ્રોત્સાહન આપવું જોઈએ. તેનો ઉદ્દેશ્ય બીમાર લોકોને પૈસા આપીને લોહી ખરીદવાની જરૂર ન પડે, પરંતુ અત્યાર સુધીમાં માત્ર 49 દેશોએ તેનો અમલ કર્યો છે ત્યારે બરોડા મેડિકલ કોલેજ ના મેડિકલ સ્ટુડન્ટ્સ દ્વારા પોસ્ટર્સ સાથે તા.09 જૂન થી 14 જૂન સુધી રક્તદાન જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો સાથે જ સ્વૈચ્છિક રક્તદાતાઓ નું સન્માન કરવામાં આવ્યું હતું સાથે જ મધ્ય ગુજરાત ની સૌથી મોટી હોસ્પિટલ એટલે વડોદરા શહેરની એસ.એસ.જી.હોસ્પિટલના બ્લડ બેંક સહિત ત્રણ સ્થળોએ રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં લોકોએ સ્વૈચ્છિક રીતે રક્તદાન કર્યું હતું. એકત્રિત રક્ત જરુરિયાતમંદ દર્દીઓને નવજીવન આપવામાં ઉપયોગી નિવડશે થેલેસેમીયા,સિકરસેલ હિમોફેલિયાના દર્દીઓ કે જેઓને વારંવાર રક્ત ચઢાવવાની જરૂર પડે છે તેવા દર્દીઓ સહિત અકસ્માત કે પછી ઇમરજન્સી દર્દીઓ માટે આ રક્ત યુનિટ ખૂબ ઉપયોગી સાબિત થશે.સમગ્ર કાર્યક્રમ અંગે ડો.આશા વસાવા દ્વારા વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.
