Vadodara

આજે વિશ્વ મુખ સ્વાસ્થ્ય દિને જમનાબાઇ જનરલ હોસ્પિટલ ખાતે વોકેથોન કાર્યક્રમનું આયોજન કરાયું

પોસ્ટર્સ બેનરો સાથે જમનાબાઇ જનરલ હોસ્પિટલ થી ન્યાયમંદિર સુધી વોકેથોન રેલી યોજવામાં આવી હતી

વિશ્વમુખ સ્વાસ્થ્ય દિવસ (World Oral Health Day) દર વર્ષે 20 માર્ચે ઉજવવામાં આવે છે. આ દિવસનો ઉદ્દેશ્ય લોકોમાં મૌખિક સ્વાસ્થ્ય વિશે જાગૃતિ લાવવો અને દાંત અને મોંના સ્વાસ્થ્યને જાળવવા માટે જરૂરી પગલાં લેવા પ્રેરિત કરવાનું છે. મૌખિક સ્વાસ્થ્ય આપણા સમગ્ર આરોગ્ય સાથે સીધો સંબંધ ધરાવે છે. મોંની બીમારીઓ, જેમ કે દાંતનો કીડો, મસૂડા સંબંધિત સમસ્યાઓ અને મોંનું કેન્સર, વિશ્વભરમાં આરોગ્ય સમસ્યાઓનું મુખ્ય કારણ છે. સ્વસ્થ મૌખિક સ્વાસ્થ્ય જાળવવાથી આ પ્રકારની બીમારીઓથી બચી શકાય છે અને જીવનની ગુણવત્તામાં સુધારો થઈ શકે છે. દર વર્ષે, વિશ્વમુખ સ્વાસ્થ્ય દિવસ માટે એક વિશેષ થીમ પસંદ કરવામાં આવે છે, જે મૌખિક સ્વાસ્થ્યના વિવિધ પાસાં પર ધ્યાન કેન્દ્રિત કરે છે. 2025 માટેની થીમ ‘મૌખિક આરોગ્ય: આરોગ્યનું દરવાજું’ છે, જે દર્શાવે છે કે મૌખિક સ્વાસ્થ્ય આપણા સમગ્ર આરોગ્ય માટે કેટલું મહત્વપૂર્ણ છે. આ દિવસે, વિશ્વભરમાં વિવિધ આરોગ્ય સંસ્થાઓ, દંતચિકિત્સા સંસ્થાઓ અને શાળાઓ દ્વારા જાગૃતિ અભિયાન, નિઃશુલ્ક દંતચિકિત્સા કેમ્પો, શૈક્ષણિક વર્કશોપ્સ અને મૌખિક સ્વાસ્થ્ય પર પ્રવચનોનું આયોજન કરવામાં આવે છે. આ પ્રવૃત્તિઓનો હેતુ લોકોને મૌખિક સ્વાસ્થ્યની સંભાળ લેવા પ્રોત્સાહિત કરવાનો છે. ત્યારે વડોદરા શહેર માંડવી વિસ્તારમાં આવેલ જમનાબાઈ જનરલ હોસ્પિટલના તબીબો દ્વારા નર્સિગના સ્ટુડન્સ માટે પોસ્ટર મેકિંગ તેમજ લેક્ચર અને ઓરલ હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું સાથે જ વિશ્વમુખ સ્વાસ્થ્ય દિવસ નિમિત્તે વોકેથોન સાથે રેલી યોજવામાં આવી હતી આ રેલી જમનાબાઈ જનરલ હોસ્પિટલ ખાતે નીકળી ન્યાય મંદિર ફરી ને જમનાભાઈ હોસ્પિટલ ખાતે સમાપન થઈ હતી આ રેલીમાં રિજિયોનલ ડેપ્યુટી ડાયરેકટર ડો.સ્વપ્નિલ શાહ,સીડીએચઓ મિનાક્ષી ,સીડીઓ જીજ્ઞાબેન નાયક,આર એમ ઓ.,ક્લાસ- 1 ડેન્ટલ સર્જન ડો. આંચલ પ્રજાપતિ, ડેન્ટલ સર્જન ડો.જવનીકા કાપડિયા, ટેકનિકલ વિભાગના અનિલ પાદરીઆ સહિત હોસ્પિટલના અન્ય અધિકારીઓ તબીબો અને નર્સિંગ સ્ટાફ જોડાયા હતા.

Most Popular

To Top