Vadodara

આજે રસ્તાઓ બંધ નહિ રહે, જાહેરનામું રદ કરાયું

વડોદરા શહેરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેઝ વડોદરા શહેરની મુલાકાતને પગલે વૈકલ્પિક રૂટ જાહેર કરાયા



સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેઝ ના આગમન થોડું મોડું થવાનું હોવાથી લેવાયો નિર્ણય..

સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેઝ મોડી રાત્રે વડોદરા આવશે.

સ્પેનના પ્રધાનમંત્રીનું આગમન રવિવારે મોડી રાત્રે થવાનું હોવાથી રવિવાર માટેનું ટ્રાફિકની વ્યવસ્થાનું જાહેરનામું રદ કરાયું છે. તેથી લોકો રાબેતા મુજબ રસ્તાઓ પરથી આવાગમન કરી શકશે. જ્યારે સોમવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આગમન વખતે જાહેર જનતાને અગવડ ન પડે તે માટે પોલીસ કમિશ્નર નરસિમ્હા કોમારે જાહેરનામું પ્રસિદ્ધ કરીને પ્રતિબંધિત રસ્તાના વૈકલ્પિક રસ્તા તરીકે નીચે મુજબનો ડાયવર્ઝનવાળો રસ્તો ઉપયોગમાં લેવા આદેશ કર્યો છે.

વડોદરા શહેરમાં હરણી જુનાજકાતનાકા સર્કલથી એરપોર્ટ સર્કલ,ખોડીયારનગર ચાર રસ્તાથી,નટવરવગર ત્રણ રસ્તાથી,પંચશીલ ત્રણ રસ્તાથી નટવરનગર ત્રણ રસ્તા,સંગમ ચાર રસ્તા,મીરા ચાર રસ્તા,અમિતનગર બ્રિજ,મુક્તાનંદ સર્કલથી એલ એન્ડ ટી સર્કલ,GIPCL સર્કલ, જુનાવુડા સર્કલ,ડીલક્ષ ચાર રસ્તા, ફતેગંજ બ્રિજ ફુડ એન્ડ ડ્રગ્સ લેબોટરી ત્રણ રસ્તા, પંડ્યા બ્રિજ નીચેથી ફતેગંજ બ્રિજ,પંડ્યા બ્રિજ નીચેથી અટલ બ્રિજ,જયોતી સર્કલ,ગેંડા સર્કલ,યોગા સર્કલ,ટયુબ કંપની ત્રણ રસ્તા,ચકલી સર્કલથી જી.ઈ.બી રેસકોર્ષ,અલકાપુરી પેટ્રોલપંપ ત્રણ રસ્તાથી,રોઝરી સ્કુલ ત્રણ રસ્તાથી પેવેલીયન સર્કલ,કાશિબા બાળકોની હોસ્પિટલ ત્રણ રસ્તાથી મહારાણા પ્રતાપ સર્કલ,નટરાજ સર્કલથી પ્રોફેસર કામદારમાર્ગ,રેલ્વે સ્ટેશનથી કાલાઘોડા સર્કલ,આરાધના સિનેમા ત્રણ રસ્તાથી કાલાઘોડા સર્કલ,સૂર્યાપેલેસ હોટલ ચાર રસ્તાથી ભીમનાથ નાકા,કોઠી ચાર રસ્તાથી કુબેર ભવન ત્રણ રસ્તાથી રેલવે હેડ કર્વાટર,અકોટા બ્રિજ ચાર રસ્તાથી મહારાણી નર્સિંગહોમ ચાર રસ્તા,દાંડિયાાબજાર ચાર રસ્તાથી મહારાણી નર્સિંગહોમ ચાર રસ્તા,માર્કેટ ચાર રસ્તાથી રાજમહેલગેટ,નહેરૂભવન ત્રણ રસ્તાથી રાજમહેલ ગેટ,મોતીબાગ તોપથી રાજમહેલગેટ તરફ શહેરમાં પ્રવેશી શકશે નહીં.

તેની વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે હરણી જુનાજકાતનાકા સર્કલથી મેટ્રો હોસ્પિટલ, અમિતનગર બ્રિજ,કારેલીબાગ પાણીની ટાંકી ચાર રસ્તા,ખોડીયારનગર ચાર રસ્તાથી ગધેડા માર્કેટ, સરદાર એસ્ટેટ ચાર રસ્તા,નટવરનગર ત્રણ રસ્તા ત્રણ રસ્તાથી ખોડીયારનગર ચાર રસ્તા,નાયરા પેટ્રોલપંપ,પંચશીલ ત્રણ રસ્તાથી નાયરા પેટ્રોલપંપ, સંગમ ચાર રસ્તા,સંગમ ચાર રસ્તાથી ગધેડા માર્કેટ, કારેલીબાગ પાણીની ટાંકી ચાર રસ્તા,મીરા ચાર રસ્તાથી સંગમ ચાર રસ્તા,અમિતનગર બ્રિજ નીચેથી સમા ટી પોઇન્ટ, કારેલીબાગ પાણીની ટાંકી ચાર રસ્તા,મુકતાનંદ સર્કલથી જીવનભારતી સર્કલ,કારેલીબાગ પાણીની ટાંકી ચાર રસ્તા,GIPCLસર્કલથી ચાણકયપુરી ચાર રસ્તા,જુનાવુડા સર્કલથી ફતેગંજ,આદર્શ વિધાલય,ડીલક્ષ ચાર રસ્તાથી મહેસાણાનગર સર્કલ ,ફતેગંજ બ્રિજ ફુડ એન્ડ ડ્રગ્સ લેબોટરી ત્રણ રસ્તાથી અંદરના રસ્તે, નિઝામપુરા,પંડયા બ્રિજ નીચેથી નવાયાર્ડ રોડ ,પંડયા બ્રિજ નીચેથી પ્રિયલક્ષ્મી મીલ નાળા,જયોતી સર્કલથી પંડયા બ્રિજ નીચે થઇ, પ્રિયલક્ષ્મી મીલ નાળા,ગેંડા સર્કલથી ગોરવા રોડ, અલકાપુરી રોડ,યોગા સર્કલથી મનીષા ચાર રસ્તા, નવીન કોર્ટ રોડ,ગાય સર્કલ ,ટયુબ કંપની ત્રણ રસ્તાથી મનીષા ચાર રસ્તા, રાણેશ્વર રોડ, અકોટા સ્ટેડીયમ,ચકલી સર્કલથી જેતલપુર રોડ,નટુભાઇ સર્કલ ,અલકાપુરી પેટ્રોલપંપ ત્રણ રસ્તાથી પ્રોડકટીવીટી નાકા ,
પ્રોડકટીવીટી નાકાથી અલકાપુરી ગરનાળા, વલ્લભચોક સર્કલ ,રોઝરી સ્કુલ ત્રણ રસ્તાથી ઝુટરાજ સર્કલ,કાશિબા બાળકોની હોસ્પિટલ ત્રણ રસ્તાથી જીવન ભારતી સર્કલ,નટરાજ સર્કલથી પંડયા બ્રિજ, એસ.ટી.ડેપો રોડ ,રેલ્વે સ્ટેશનથી પંડયા બ્રિજ તરફ તથા અલકાપુરી નાળા,આરાધના સિનેમા ત્રણ રસ્તાથી ખાસવાડી સ્મશાન રોડ, કોઠી યાર રસ્તા ,સૂર્યાપેલેસ હોટલ ચાર રસ્તાથી જેતલપુર બ્રિજ ,કોઠી ચાર રસ્તાથી ટાવર ચાર રસ્તા તરફ,સલાટાવાડા રોડ,અકોટા બ્રિજ યાર રસ્તાથી મુજમહુડા સર્કલ,ગાય સર્કલ, અકોટા ,દાંડીયાબજાર ચાર રસ્તાથી લહેરીપુરા દરવાજા,માર્કેટ યાર રસ્તાથી વેરાઇમાતાયોક, વીર ભગતસિંહ ચોક,નહેરૂભવન ત્રણ રસ્તાથી બગીખાના માર્કેટ ચોકી ,મોતીબાગ તોપથી બગીખાના,જયરત્ન બિલ્ડીંગ ચાર રસ્તાથી જઇ શકશે.

ઉપરોકત જાહેરનામામાંથી ઇમરજન્સી સર્વિસમાં જોડાયેલ વાહનો,એમ્બ્યુલન્સ ફાયર બ્રિગેડના વાહનો તેમજ બંદોબસ્તમાં રોકાયેલ પોલીસના વાહનો,એરપોર્ટની ફલાઇટની ટીકીટ બતાવે તેવા વાહનોને મુકિત રહેશે.

Most Popular

To Top