Kalol

“આજે બે મહિને સફાઈ કરવા આવ્યા”, કહી કાલોલ કાનાવગા વિસ્તારમાં સફાઈ કામદારો ઉપર ટોળા દ્વારા હુમલો


કાલોલ :
મંગળવારે બપોરે કાલોલ નગરપાલિકા વોર્ડ નંબર ૬ મા આવેલા કાનાવગા વિસ્તારમાં નગરપાલિકાના સફાઈ કર્મચારીઓ સફાઈ કામ કરી રહ્યા હતા ત્યારે સમીર પઠાણ નામનો ઈસમ આવ્યો અને આજે બે મહિને સફાઈ કરવા આવ્યા તેવુ કહી ઉશ્કેરાઈને ટોળુ ભેગું કરીને મહિલા સહિત ના કર્મચારીઓ ઉપર લાકડીઓ લઈને હુમલો કર્યો હોવાનું જાણવા મળે છે. જેમા ચૌહાણ
શાંતાબેન મનહરભાઈને નાક ની નીચેના ભાગે તથા, સંજયભાઈ નામના કર્મચારીને હાથે પગે ગેબી માર તેમજ અંજુબહેન નામના કર્મચારીને પણ ઇજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે.

સમીર પઠાણ ૨૫નુ ટોળું લઈને આવ્યો હતો અને સફાઈ કામદારો ઉપર હુમલો કર્યો. જે બાદ સફાઈ કર્મીઓ કાલોલ નગરપાલિકા ખાતે એકત્ર થયા હતા અને ચીફ ઓફિસરને રજૂઆત કરવામાં આવી હતી. જે બાદ સમગ્ર કાલોલ નગરપાલિકાના સફાઈ કર્મચારીઓ ઈજાગ્રસ્તો સાથે કાલોલ પોલીસ મથકે પહોંચ્યા હતા. જ્યાં ચીફ ઓફિસર મિલાપ પટેલ તથા પાલિકા પ્રમુખ હસમુખભાઈ મકવાણા પણ પહોંચ્યા હતા. ઈજાગ્રસ્તને રેફરલ હોસ્પિટલમાંમા મોકલી આપ્યા હતા. જે બાદ ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરવામાં આવશે તેવી માહિતી મળી રહી છે. કાલોલ નગરપાલિકાના સફાઈ કર્મચારીઓ દ્વારા આ મામલે ભારે રોષ વ્યક્ત કરી આવો હુમલો કરનાર સામે સખ્ત કાર્યવાહી કરવા માંગ કરી સફાઈ કર્મચારીઓની સલામતી અંગે ચિંતા વ્યક્ત કરી છે. વધુમાં હુમલો થયા બાદ ઈજાગ્રસ્તોની કાલોલ નગરપાલિકા ના કોઈ પણ જવાબદાર અધિકારીએ કોઈ દરકાર લીધી નથી તેવુ પણ જણાવ્યું છે. સમગ્ર મામલે કાલોલ પોલીસ મથકે ટોળેટોળા ઉમટ્યા હતા.

Most Popular

To Top