Vadodara

આજે દેવઉઠી એકાદશી નિમિત્તે શહેરના તુલસીવાડી ખાતે ભગવાન નરસિંહજીના ચાલ્લાની વિધિ યોજાઈ..

આગામી દેવદિવાળી નિમિત્તે શહેરના ભગવાન શ્રી નરસિંહજીનો 288મો વરઘોડો નિકળશે ત્યારે આજે દેવ ઉઠી એકાદશી નિમિત્તે શહેરના તુલસીવાડી ખાતે ભગવાન નરસિહજીના ચાલ્લાની વિધિ યોજાઇ હતી

જેમ વર્ષોથી અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા પ્રસિદ્ધ છે તે જ રીતે વડોદરા શહેરમાં ભગવાન નરસિહજીના વરઘોડો પણ છે.આગામી તારીખ 15મી નવેમ્બર ને કારતક સુદ પૂર્ણિમા એટલે કે દેવદિવાળી નિમિત્તે વડોદરાની આન બાન અને શાન સમા શહેરના માંડવી વિસ્તારમાં આવેલા ભગવાન નરસિહજીનો 288મો વરઘોડો યોજાશે ભગવાન નરસિહજીના તુલસી વિવાહનો કાર્યક્રમ યોજાશે ત્યારે આજે દેવ ઉઠી એકાદશી નિમિત્તે શહેરના તુલસી વાડી ખાતે ભગવાન શ્રી નરસિંહજીના ચાંલ્લા ની વિધિ યોજાઇ હતી જેમાં શ્રી નરસિંહજીના મંદિરનાં ટ્રસ્ટી શશીકાંત પરીખ સહિતના મંદિરના સભ્યો તથા ભક્તો આ ચાલ્યાં વિધિમાં ઉપસ્થિત રહ્યાં હતાં..

Most Popular

To Top