Vadodara

આજે આસો વદ ચોથ સાથે જ સૌભાગ્યવતી સ્ત્રીઓ દ્વારા પોતાના પતિના દીર્ઘાયુની કામનાઓ સાથે કરવાચોથ ની કરી ઉજવણી…

શહેરમાં આજે સૌભાગ્યવતી સ્ત્રીઓ દ્વારા પોતાના પતિના દીર્ઘાયુ, આરોગ્ય સુખાકારીની કામનાઓ સાથે કરવાચોથ ની ઉજવણી કરી હતી રાત્રે 9:22 પછી ચંદ્રોદય દર્શન પૂજન કરી પોતાના પતિના દર્શન સાથે સવારથી નિર્જળા વ્રત કરનાર સ્ત્રીઓએ પતિના હાથે પાણી પીને વ્રત પૂર્ણ કર્યું હતું. ચંદ્રમાને અર્ક આપી પૂજન સાથે કરવાચોથ ની કથા સાંભળી હતી. સૌભાગ્યવતી સ્ત્રીઓ આજે નવોઢાની જેમ શૃંગાર કરી સવારથી નિર્જળા ઉપવાસ કર્યો હતો અને રાત્રે ચંદ્ર ની પૂજા કરી પતિનું પૂજન કરી આ વ્રત પૂર્ણ કર્યુ હતું

Most Popular

To Top