કાર્યક્રમમાં ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક અને રાવપુરાના ધારાસભ્ય, સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય, શહેર ભાજપ પ્રમુખ, ડેપ્યુટી મેયર, સ્થાઇ સમિતિના ચેરમેન તથા શહેર પોલીસ કમિશનર વિશેષ ઉપસ્થિત રહ્યાં હતાં…
ભારતીય જનતા પાર્ટીના વિવિધ મોરચા દ્વારા વિવિધ સંસ્થાઓ સાથે શહેરના 21 સ્થળોએ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી..
ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દસ વર્ષ પહેલાં સૌપ્રથમ સંયુક્ત રાષ્ટ્રની સભામાં યોગ વિશે ચર્ચા કરી હતી. 21મી જૂનનો દિવસ એ ઉત્તરીય ગોળાર્ધમાં સૌથી લાબો દિવસ છે અને આ જ કારણે પ્રધાનમંત્રી મોદીએ 21મી જૂન ને વિશ્વ યોગ દિવસ મનાવવા માટે સૂચન કર્યું. ત્યારબાદ, આ બાબતે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ઠરાવ પસાર કરવામાં આવ્યો જેમાં દુનિયાના મોટા ભાગના દેશોએ સહમતિ દર્શાવી અને વર્ષ 2015 થી 21 મી જૂન એ વિશ્વ યોગ દિવસ તરીકે મનાવવાનું નક્કી થયું હતું અને ત્યારથી જ દરવર્ષે 21 જૂને યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે ત્યારે આજરોજ વડોદરા ખાતે કુલ 21 જગ્યાએ ભારતીય જનતા પાર્ટીના વિવિધ મોરચા તથા અન્ય સંસ્થાઓના માધ્યમથી યોગ દિવસ ઉજવવામાં આવ્યો હતો ત્યારે શહેરના અકોટા-દાંડિયાબજાર બ્રિજ ખાતે આવેલા સોલાર રૂફ પેનલ નીચે યોગ કાર્યક્રમ ઉજવાયો હતો જેમાં ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક અને રાવપુરાના ધારાસભ્ય બાલકૃષ્ણ શુકલ, શહેર ભાજપ પ્રમુખ ડો.વિજયભાઈ શાહ ,ધારાસભ્ય કેયુર રોકડિયા, વડોદરા મહાનગરપાલિકાના સ્થાઇ સમિતિના ચેરમેન ડો.શીતલ મિસ્ત્રી, ડેપ્યુટી મેયર તથા પાલિકાના અધિકારીઓ, મ્યુનિ. કાઉન્સિલરો સાથે જ શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કોમાર તથા પોલીસ અધિકારીઓ સાથે અન્ય લોકો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં અને આપણા જીવનમાં યોગનું મહત્વ તથા નિત્ય યોગા કરવા લોકોને અપીલ કરવામાં આવી હતી.