ગાયત્રી હોસ્પિટલ પાસે પાલિકા દ્વારા કામગીરી હાથ ધરાશે; શુક્રવારે પણ ધીમા ફોર્સથી પાણી આવવાની શક્યતા
આજવા રોડ પર લાઈન જોડાણને કારણે ગુરુવારે સયાજીપુરા વિસ્તારમાં પાણી કાપ
વડોદરા: મહાનગર પાલિકા દ્વારા શહેરના આજવા રોડ વિસ્તારમાં પાણી પુરવઠાની વ્યવસ્થાને સુદ્રઢ કરવા માટે નવી પાઈપલાઈનના જોડાણની કામગીરી હાથ ધરવામાં આવનાર છે. આ કામગીરીને પગલે ગુરુવાર, 22 જાન્યુઆરીના રોજ સયાજીપુરા ટાંકી હેઠળના અનેક વિસ્તારોમાં સવારના સમયે પાણી વિતરણ બંધ રહેશે, જ્યારે શુક્રવારે પાણી મોડું અને ઓછા દબાણથી મળવાની શક્યતા છે.
પાલિકાના જણાવ્યા અનુસાર, આજવા રોડ પર સરદાર એસ્ટેટથી આજવા ચોકડી તરફ જતાં જમણી બાજુએ ગાયત્રી હોસ્પિટલ પાસે આ કામગીરી કરવામાં આવશે. ત્યાં હાલની 500 મીમી વ્યાસની નળીકાને નવી નાખવામાં આવેલી 300 મીમી વ્યાસની નળીકા સાથે જોડવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કામગીરી ગુરુવારે સવારથી શરૂ કરવામાં આવશે.
વડોદરા મહાનગર પાલિકાના કાર્યપાલક ઈજનેર દ્વારા જાહેર જનતાને આ ફેરફારની નોંધ લેવા અને કામગીરી દરમિયાન સહકાર આપવા વિનંતી કરવામાં આવી છે. નાગરિકોને અગાઉથી પાણીનો સંગ્રહ કરી લેવા પણ સૂચન છે.
– પ્રભાવિત થનારા વિસ્તારો…
સયાજીપુરા ટાંકીના કમાન્ડ વિસ્તારમાં આવતી નીચે મુજબની સોસાયટીઓ અને રહેણાંક વિસ્તારોમાં પાણી પુરવઠો ખોરવાશે:
1.ભાગ્યલક્ષ્મી ટાઉનશીપ
2.પંચમ વિલા
3.એમેઝોન રેસીડેન્સી
4.તુલસી હાઇટ્સ અને તુલસી આંગણ
5.સ્વામિનારાયણ નિકેતન
6.વ્રજ વિલા ફ્લેટ
7.જાંબુડીયા ગામ
8.રુદ્રાક્ષ બ્લીસ સોસાયટી
– પાણી વિતરણનું સમયપત્રક
*22-01-2026 (ગુરુવાર): સવારના ઝોનમાં પાણીનું વિતરણ સંપૂર્ણપણે બંધ રહેશે.
*23-01-2026 (શુક્રવાર): સવારના સમયે પાણી વિતરણ વિલંબથી થશે અને પાણી ઓછા દબાણથી આવશે.