Vadodara

આજવા રોડ એકતાનગર વિસ્તારમાં પોલીસની જુદી જુદી ટીમો દ્વારા જનરલ કોમ્બિંગ

( પ્રતિનિધી )વડોદરા,તા.5

વડોદરા શહેરમાં મિલકત તથા લો એન્ડ ઓર્ડર સંબંધિત બનાવો અટકાવી શકાય તે માટે પોલીસ દ્વારા ના.પોલીસ કમિ. ઝોન-4 એન્ડ્રુ મેકવાન તથા ના.પો.કમિ. ક્રાઈમ હિમાંશુ વર્માની અધ્યક્ષતામાં એસીપી જી ડિવિજન એમ.પી.ભોજાણીની હાજરીમા ડીસીબી, એસ.ઓ.જી, એલસીબી ઝોન 4 તથા સંબંધિત અલગ-અલગ પોલીસ સ્ટેશનના અધિકારીઓ, કર્મચારીઓની સંયુકત ટીમો દ્વારા બાપોદ પોલીસ મથક હદ વિસ્તારમાં આવેલા એકતાનગર વિસ્તારમા કોમ્બિગ હાથ ધરવામાં આવ્યું હતું.

કોમ્બિંગ દરમ્યાન અલગ-અલગ પોલીસની ટીમોએ કુલ-10 એચ.એસ, 21 એમ.સી.આર, 30 કોમ્યુનલ માનસ ધરાવતા વ્યક્તિઓ, 8 પ્રોહી.ની પ્રવૃતિઓ સાથે સંકળાયેલા ઇસમો, 23 ડોઝિયર્સ, 5 ગુજસીટોકના આરોપીના ઘરો, 5 ટપોરી માથાભારે ઇસમો, 1 નસેડી, તથા 2 નાસતા ફરતા આરોપીના ઘરો ચેક કરવામા આવ્યા હતા. આ ઉપરાંત ચેકિંગ દરમ્યાન 44 શંકાસ્પદ વાહનો, 12 એ.ટી.એમ, 3 હોટલ, 29 બિલ્ડીંગ ધાબા, 11 સિક્યુરીટી ગાર્ડ, 4 ગોડાઉન, 5 અવાવરૂ જગ્યાઓ, 19 પાનના ગલ્લા, 16 અન્ય શંકાસ્પદ ઇસમોને ચેક કરવામા આવ્યા હતા. કામગીરી દરમ્યાન એમવી એકટ કલમ 207 મુજબ કુલ 5 વાહનો ડીટેઇન, 2 પ્રોહિબિશનના કેસ તથા જી.પી એકટ 135 મુજબ 1 કેસ કરવામા આવ્યો હતો.

Most Popular

To Top