Vadodara

આજવા રોડ ઉપર પાણીની સમસ્યાના નિરીક્ષણ માટે  ડે. મેયર પહોંચ્યા

  • છેલ્લા 15 દિવસથી સ્થાનિકો દુષિત પાણીથી પરેશાન હતા 
  • ત્વરિત  નિરાકરણ આવે તેવી સૂચના આપવામાં આવી 

શહેરના આજવા લિંક રોડ ઉપર આવેલી કેટલીક સોસાયટીના રહીશો છેલ્લા 15 દિવસથી દુષિત પાણીની સમસ્યાથી પરેશાન હતા. જે અંગેની ફરિયાદ મળતા મંગળવારે સ્થાનિક કોર્પોરેટર અને ડે. મેયર આ વિસ્તારમાં ગયા હતા અને અધિકારીઓને સમસ્યાનું ત્વરિત નિરાકરણ લાવવા સૂચના આપવામાં આવી હતી. 

ચૂંટણી સમયે પાલિકાના સત્તાધીશો પ્રચારમાં વ્યસ્ત હતા અને મતદાન પૂર્ણ થયા બાદ હવે તેઓ પ્રજાની સમસ્યાઓના ઉકેલ માટે મેદાનમાં આવી રહ્યા છે. શહેરના આજવા લિંક રોડ ઉપર આવેલી સોસાયટીઓમાં છેલ્લા 15 દિવસથી દુષિત પાણી અને તે પણ લો પ્રેશરથી આવતું હોવાની બૂમો ઉઠી હતી. આ વિસ્તારમાં ચંચળબા નગર, નરસિંહધામ, બકોર નગર, પારસમણિ સહિતની સોસાયટીઓ આવેલી છે જેઓ આ સમસ્યાથી પરેશાન હતા. અહીં 500 થી 700 પરિવાર એટલે કે 2000 થી 2500 લોકો રહે છે. આ અંગેની ઓનલાઇન ફરિયાદો પણ કરવામાં આવી હતી. જો કે આ સમસ્યાનું હાલ સુધી કોઈ નિરાકરણ આવ્યું નથી. દરમિયાન મંગળવારે સ્થાનિક કોર્પોરેટર હેમીષા ઠક્કર અને ડે, મેયર ચિરાગ બારોટ સ્થળ મુલાકાતે પહોંચ્યા હતા અને અધિકારીઓ સાથે પણ વાતચીત કરી હતી. ડેપ્યુટી મેયરે આ સમસ્યાનું ત્વરિત નિરાકરણ લાવવા માટે સૂચના આપી હતી. 

Most Popular

To Top