સ્કૂલમાં પુત્રને લેવા જતી માતાના ગળામાંથી સોનાનું મંગળસૂત્ર તોડી બાઈક સવાર ગઠીયા રફુચક્કર
વડોદરા શહેરના આજવા રોડ પર આવેલી સોસાયટીમાં રહેતી માતા પોતાની નણંદ સાથે ખોડીયાર નગર વિસ્તારમાં મુખીનગર પાસે સ્કૂલમાં અભ્યાસ કરતા પોતાના પુત્રોને લેવા માટે જતા હતા. દરમિયાન બાઈક સવાર બે ગઠીયા તેમની બાજુમાં આવ્યા હતા અને મહિલાના ગળામાંથી સોનાનું મંગળસૂત્ર તોડીને રફુ ચક્કર થઈ ગયા હતા. મહિલાએ બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
વડોદરા શહેરના આજવા રોડ પર નરસિંહધામ સોસાયટી વિભાગ 2માં રહેતા દીપિકાબેન મુકેશભાઈ 10 ડિસેમ્બરના રોજ બપોરના પોણા ત્રણ વાગ્યાના સુમારે હ તેમની બાજુમા રહેતો નણંદ હેમાબેન સાથે સોસાયટીમાંથી માય સાનેન સ્કુલ મુખીનગર ખાતે આવેલી માણસને સ્કૂલમાં અભ્યાસ કરતા તેમના દિકરા કેવલ તથા નણંદના દિકરા શીવમને લેવા માટે ચાલતા ચાલતા નીકળ્યા હતા. દરમિયાન રસ્તામાં માધવ રેસીકોમ મુખીનગર પાસે પહોચતા બપોરના અંદાજે ત્રણ વાગ્યાના સુમારે સામેથી બે અજાણ્યા શખ્સો બાઈક પર આવ્યા અને પાછળ બેસેલા શખ્સે મહિલાને ધક્કો માર્યા બાદ તેમના ગળામાંથી સોનાનુ પાંચ ગ્રામનુ મંગળસુત્ર કિંમત આશરે 15 હજાર રુપિયા આંચકી લઈને બાઈક પુરઝડપે દોડાવી ભાગી ગયા હતા. મહિલાએ બાપોદ પોલીસ સ્ટેશનમાં બાઈક સવાર ગઠિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે તેમને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે.
બીજા બનાવવામાં વડોદરા શહેરના અમિતનગરથી પાણી ટાંકી તરફ જતા રોડ પરથી ગઈકાલે 10 ડિસેમ્બરના રોજ બપોરે મહિલા પોતાના મોપેડ પર પસાર થઈ રહ્યા હતા. તે દરમિયાન બાઈક સવાર ગઠીયા પાછળથી આવ્યા હતા અને તેમના ગળામાંથી ૭૫ હજારની સોનાની ચેન આંચકીને નોદો ગ્યારહ થઈ ગયા હતા. જેથી મહિલાએ કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.