બુધવારે પડેલા અતિભારે વરસાદે વરસાદે વડોદરા શહેર ઉપર પુરનું સંકટ સર્જી દીધું છે. ઉપરવાસમાં પણ પડેલા ભારે વરસાદને કારણે એક જ દિવસમાં આજવા ડેમની સપાટી પણ ચાર ફૂટ જેટલી વધી જઈ રાત્રે સાડા અગિયાર વાગ્યે 212.05 ફૂટ પર પહોંચી હતી. ડેમનું 211 ફૂટનું રૂલ લેવલ જાળવવા માટે રાત્રે પાણી છોડવામાં આવનાર છે. ઉપરાંત ભારે વરસાદની પણ આ આગાહી છે. આના કારણે વિશ્વામિત્રી નદીનું જળસ્તર વધશે. તેથી નદી કિનારાના વિસ્તારોમાં પુર આવવાની સંભાવના ઉભી થઇ છે. મહાનગરપાલિકા દ્વારા રાતે લોકોને સલામત સ્થળે ખસી જવા વાન ફેરવીને સૂચના આપવામાં આવી હતી.