Vadodara

આજવા ડેમની સપાટી માત્ર 208 ફૂટ, મેઘરાજા નહિ રીઝે તો વડોદરા ને પાણીની તકલીફ પડશે

વડોદરા શહેર જિલ્લામાં નહિવત વરસાદ નોંધાયો

વડોદરા જિલ્લામાં નહીવત વરસાદ નોંધાયો છે.ત્યારે આજવા સરોવર માત્ર 208 ફૂટ ભરાયું છે.આગાહી મુજબ વરસાદ નહીં પડે તો આગામી સમયમાં પાણીની મુશ્કેલી સર્જાય તેવી શક્યતાઓને નકારી શકાય તેમ નથી.
મધ્ય ગુજરાતને બાદ કરતા સમગ્ર રાજ્યમાં મેઘરાજા ધબધબાટી બોલાવી રહ્યા છે. રાજ્યની અનેક નદીઓ અને ડેમો છલકાઈ ગયા છે. પરંતુ વડોદરા સહિત મધ્ય ગુજરાતમાં નહીવત વરસાદ હોવાના કારણે વડોદરાને પાણી પૂરુ પાડતા આજવા સરોવરની સપાટી માત્ર 208 ફૂટ છે જોકે આજવા સરોવરને અડીને આવેલા પ્રતાપ સરોવર ની સપાટી 222 ફુટ છે નોંધનિય છે કે ગત વર્ષે આજની તારીખમાં આજવા સરોવરની સપાટી બહાર 212 ફૂટ હતી આજથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે પરંતુ આગાહી મુજબ વરસાદ નહીં પડે તો આવનાર સમયમાં પાણીની મુશ્કેલી સર્જાય તેવી શક્યતાઓને નકારી શકાય તેમ નથી. પ્રવર્તમાન ચોમાસાની ઋતુમાં વડોદરા સહિત મધ્ય ગુજરાતમાં નહિવત વરસાદ પડ્યો છે.જોકે અત્યાર સુધી પડેલા વરસાદને ખેતીલાયક વરસાદ માનવામાં આવી રહ્યો છે. ઓછા વરસાદના કારણે વડોદરા જિલ્લામાં આવેલા નાના મોટા તળાવો પણ ભરાયા નથી તેની સાથો સાથ વડોદરા શહેરને પાણી પૂરું પાડતા આજવા સરોવર પણ ભરાયું નથી. ગત વર્ષે આજની તારીખે આજવા સરોવરની સપાટી 212 ફુટ પહોંચી હતી.પરંતુ આ વખતે નહિવત વરસાદના કારણે આજવા સરોવરની સપાટી માત્ર 208 ફૂટ છે.

Most Popular

To Top