બાપા સીતારામના મંદિરે દર્શન કરવા ગયા અને વાહનચોરે ખેલ પાડ્યો
શહેરના આજવારોડ ખાતે આવેલા બાપા સીતારામના મંદિર ખાતે દર્શન કરવા ગયેલા વ્યક્તિના મોટરસાયકલ ની ચોરીના કેસમાં બાપોદ પોલીસે તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો મુજબ, શહેરના આજવારોડ ખાતે આવેલા કમલાનગર બસસ્ટેન્ડ પાછળ ભરવાડવાસમા રહેતા નાનુભાઈ કમાભાઇ ભરવાડ (ઉ.વ.) 51,ઓટોરિક્ષા ડ્રાઇવીંગ કરી પોતાનું તથા પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે તેઓ ગત તા. 04ઓગસ્ટના રોજ આજવારોડ ખાતે આવેલા બાપા સીતારામના મંદિરે રાત્રે આઠ વાગ્યે પોતાની કાળા રંગની હોન્ડા સાઇન મોટર સાયકલ રજી. નં.જીજે.06-એલ જે-3632 ફૂટપાથ પર પાર્ક કરી દર્શન કરવા ગયેલ અને રાત્રે અંદાજે સાડા નવ વાગ્યે પરત આવી પાર્ક કરેલ જગ્યાએ જ ઇ જોતાં એ સ્થળે મોટરસાયકલ જણાઇ આવેલ નહીં. જેથી નાનુભાઇ ભરવાડે આસપાસ તપાસ કરવા છતાં પણ મોટરસાયકલ મળી આવેલ નહીં જે અંગે બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી જે મુજબ મોટરસાયકલ ની અંદાજે કિંમત રૂ.30,000 હોવાનું તથા બાપા સીતારામના મંદિર બહાર ફૂટપાથ પરથી ચોરી થયેલ હોવાનું દર્શાવેલ જેના આધારે બાપોદ પોલીસે કાયદેસરની તપાસ હાથ ધરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, શહેરમાં છેલ્લા ઘણા સમયથી તસ્કરો બેફામ બન્યા છે પોલીસનોઅને કાયદાનો જાણે કોઇ ખૌફ રહ્યો નથી તેમ ઘરફોડ ચોરી સાથે સાથે શહેરના વિવિધ વિસ્તારોમાંથી પાર્ક કરેલા વાહનોની ઉઠાંતરી કરી રહ્યાં છે.