Vadodara

આજવારોડની પોદ્દાર ઇન્ટરનેશનલ સ્કૂલમાં વિદ્યાર્થી પર હુમલો

બેંચ પરથી સામાન હટવાની નાની વાત બની જીવલેણ ઝઘડાનું કારણ, ઘાયલ વિદ્યાર્થીએ આરોપ મૂક્યો કે હુમલાખોર પાસે ચાકૂ હતું

વડોદરા: આજવારોડ સ્થિત પોદ્દાર ઇન્ટરનેશનલ સ્કૂલમાં વિદ્યાર્થી પર હુમલો થયા હોવાની ખબરે શહેરમાં સનસની ફેલાઈ હતી. અમદાવાદ જેવી ઘટના થતા રહી ગઈ.
અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં બનેલી ચોંકાવનારી ઘટનાની છાપ વડોદરાના શહેરમાં પણ જોવા મળી છે. શહેરના આજવારોડ સ્થિત પોદ્દાર ઇન્ટરનેશનલ સ્કૂલમાં ધોરણ 7ના વિદ્યાર્થી પર તેના જ સાથે ભણતા વિદ્યાર્થીએ હુમલો કરતા તેના મોઢા ના ભાગે ઈજાઓ પહોંચતા સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે.

મળતી માહિતી પ્રમાણે, શાળામાં સામાન્ય વાત પરથી બે વિદ્યાર્થીઓ વચ્ચે કહેવાનું થયું હતું. બેંચ પરથી સામાન હટવાની નાની વાતને લઇને તણાવ વધતાં એક વિદ્યાર્થી ઉશ્કેરાઈ ગયો હતો. આ ગુસ્સે ભરેલા વિદ્યાર્થીએ અચાનક પોતાના સહાધ્યાયી પર હુમલો કર્યો. હુમલા દરમિયાન નખ વાગતા ધોરણ 7નો વિદ્યાર્થી આંખ નીચે ઘાયલ થયો હતો.

ઘાયલ વિદ્યાર્થીએ ગંભીર આક્ષેપ કરતાં જણાવ્યું કે હુમલો કરનાર વિદ્યાર્થી પાસે ચાકૂ હતું અને એની મદદથી જ હુમલાખોરી કરવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં ગંભીર પરિસ્થિતિ ઊભી ન થઇ હોવા છતાં શૈક્ષણિક પરિસરમાં આ પ્રકારની હિંસક ઘટના બનતાં સ્કૂલ તંત્ર, તેમજ વાલીઓમાં ભારે ચિંતા ફેલાઇ છે.
વિદ્યાલય પ્રબંધન સજાગ
ઘટનાની જાણ થતાં સ્કૂલ તંત્ર હરકતમાં આવ્યું છે. આ ઘટનાને પગલે એક આંતરિક તપાસનો પ્રારંભ પણ કરવામાં આવ્યો છે. શાળા પરિસરમાં વિદ્યાર્થીઓ દ્વારા હથિયાર જેવી વસ્તુ લાવવાનું કઇ રીતે શક્ય બન્યું? તે દિશામાં પણ તપાસ ચાલુ કરી છે.
આ બનાવની ખબર મળતાં જ વાલીઓમાં ભારે રોષ અને દહેશત જોવા મળી રહી છે. તાજેતરમાં જ અમદાવાદની શાળામાં બનેલી વિદ્યાર્થી હત્યાની ઘટના ફરી યાદ આવતા લોકોમાં આક્રોશ છવાયો છે. વાલીઓનો આક્ષેપ છે કે સ્કૂલ તંત્ર દ્વારા સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવે, નહિતર આવનારા સમયમાં વિદ્યાર્થીઓની સુરક્ષા જોખમાય તેવી શક્યતા છે.
પોલીસે ઘટનાની જાણ કરી છે અને વિદ્યાર્થીઓ, શિક્ષકો તેમજ સાક્ષીઓના નિવેદનો લેવામાં આવ્યા છે. આરોપીની ઉંમર તથા પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પણ કાર્યવાહી થઈ શકે તેવી ચર્ચા છે.

Most Popular

To Top