*
*સારવાર બાદ યુવકને હોસ્પિટલમાંથી રજા અપાઇ હોવાનું જાણવા મળ્યું છે*
(પ્રતિનિધિ) વડોદરા તા. 18
શહેરના આજવારોડ વિસ્તારમાં રહેતા એક પરણિત યુવકે આર્થિક સંકડામણમાં આવી જતાં પોતાના ઘરે ગત તા. 17મી જાન્યુઆરીના રોજ ફિનાઇલ ગટગટાવી જતાં બેભાન થઇ ગયો હતો જેથી તેને એમ્બ્યુલન્સ મારફતે એસ.એસ.જી.હોસ્પિટલમા ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેની સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા અપાઈ હોવાનું જાણવા મળ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા આજવારોડ ખાતે આવેલા શબિના પાર્ક ખાતેના મકાન નંબર C/165 મા રહેતા અસરફ સિકંદર ચૌહાણ નામનો 26 વર્ષીય યુવક પોતાના પિતા પત્ની તથા ચાર માસના પુત્ર સાથે રહે છે અને પ્લબીગ કામ કરી પોતાનું તથા પરિવારનું ગુજરાન ચલાવે છે.તેણે ગત તા. 17 મી જાન્યુઆરીના રોજ બપોરે આશરે એક વાગ્યાની આસપાસ પોતાના ઘરે ફિનાઇલ ગટગટાવી લેતાં બેભાન થઇ ગયો હતો જેથી તેને તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે એસ.એસ.જી.હોસ્પિટલમા ખસેડવામાં આવ્યો હતો જ્યાં સારવાર બાદ તેને ગત તા. 18 મી જાન્યુઆરીના રોજ રજા આપવામાં આવી હોવાનું યુવકના પિતાએ જણાવ્યું હતું.વધુમા તેમના જણાવ્યા મુજબ અસરફના પુત્રને બિમારી હોય તેની દવા પાછળ ઘણો ખર્ચ થ ઇ ગયો હતો બીજી તરફ મોબાઇલ ફોન ખરીદ્યો હતો તેના હપ્તા ભરવા મુશ્કેલ બન્યા હતા જેથી અસરફ આર્થિક સંકડામણ અનુભવતા આ પગલું ભર્યું હોવાનું જણાવ્યું હતું.