Vadodara

આજથી કુંવારીકાઓના જયા પાર્વતી વ્રત શરૂ, શહેરમાં વહેલી સવારથી કુંવારીકાઓએ શિવાલયોમાં પૂજા કરી

હિન્દુ ધર્મમાં દર વર્ષે અષાઢ માસના શુક્લ પક્ષની તેરસની તિથિ થી જયા પાર્વતી વ્રત રાખવામાં આવે છે. ધાર્મિક માન્યતા છે કે આ દિવસે શિવ ને પામવા ગૌરીએ (પાર્વતીએ) વ્રત શરૂ કર્યુ હતું.શહેરના કુબેરેશ્વર મહાદેવ મંદિર ખાતે સવારે કુંવારિકાઓ ભોળાનાથની પૂજા અર્ચના કરવામાં આવી…..

હિંદુ ધર્મમાં અનેક પ્રકારના વ્રતો અને ઉપવાસનું મહત્વ જણાવવામાં આવ્યું છે. મહિલાઓ પોતાના સૌભાગ્યની રક્ષા અને સુખાકારી માટે વિવિધ વ્રતો કરે છે. ત્યારે હવે વ્રતો અને તહેવારોનો સમય શરૂ થયો છે. કુંવારી કન્યાઓ જયા પાર્વતીનું વ્રત ખાસ કરે છે. કારણ કે માતા પાર્વતી અને ભગવાન શિવના આશીર્વાદથી તેમને સારો વર અને ખુશહાલ દામ્પત્ય જીવનના શુભાષિશ મળે. હાલ અષાઢ માસ ચાલું છે, ત્યારે અષાઢ મહીનાની શુક્લ પક્ષની તેરસથી જયા પાર્વતીના વ્રતની શરૂઆત થઇ છે. ત્યારે કુંવારિકાઓ ભોળાનાથની પૂજા અર્ચના કરવામાં માટે માંજલપુર વિસ્તારમાં આવેલ કુબેરેશ્વર મહાદેવ મંદિર ખાતે સવારથી ભોળાનાથની પૂજા કરી હતી.
ધાર્મિક માન્યતાઓ અનુસાર, શિવ-ગૌરીની પૂજા-ઉપાસના કરવાથી અખંડ સૌભાગ્યના આશીર્વાદ મળે છે અને લગ્ન જીવનમાં આવનારી સમસ્યાઓ દૂર થાય છે. આ સાથે કુંવારી કન્યાઓને આ વ્રતના ફળ સ્વરૂપે મનપસંદ વર અને ઘરની પ્રાપ્તિ થાય છે. પંચાગ અનુસાર, 19મી જુલાઇથી જયા પાર્વતી વ્રત ની શરૂઆત થાય છે ભગવાન શિવ અને માતા પાર્વતીની આરાધના માટે આ દિવસ સૌથી ઉત્તમ માનવામાં આવ્યો છે.શિવપુરાણમાં જણાવ્યા અનુસાર પર્વતરાજ હિમાલયની પુત્રી માતા પાર્વતીએ શિવજીને પતિરૂપે પામવા ગૌરીવ્રત તથા જયા પાર્વતી વ્રત કર્યું હતું આ વ્રતના પ્રભાવે જ તેમની મનોકામનાઓ પૂર્ણ થઇ હતી. પાંચ દિવસ સુધી કુંવારીકાઓ અલૂણા (મીઠું વગર) આ વ્રત કરે છે જવારા જે માતા પાર્વતીનું પ્રતિક માનવામાં આવે છે તથા રૂની પૂણીને કંકુ વડે રંગીને તેની ગાંઠો અથવાતો આંટી કરી નાગલાં બનાવવામાં આવે છે જેને શિવજીનું પ્રતિક માની જવારાને અર્પણ કરાય છે તેનું પૂજન કરવામાં આવે છે પાંચમા દિવસે જાગરણ બાદ આ જવારાનુ જળાશયોમાં વિસર્જન બાદ આ વ્રત પૂર્ણ થાય છે.

Most Popular

To Top