Vadodara

આજથી અમૂલ દૂધના ભાવમાં પ્રતિ લિટરે રૂ. 2નો વધારો, અમૂલ ગોલ્ડના 1લિટરના આજથી રૂ.68ચૂકવવાના રહેશે

ઘાસચારાના ઉંચા ભાવ તેમજ મજૂરી ખર્ચ વધતા વડોદરા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિ.દ્વારા નિર્ણય લેવાયો નવા ભાવ તા.01-05-2025 થી અમલી

(પ્રતિનિધિ) વડોદરા તા. 30

વડોદરા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિ. દ્વારા આજથી અમુલ ગોલ્ડના પ્રતિ લિટરના ભાવમાં રૂ. 2 નો વધારો કર્યો છે.પશુ આહાહારના ભાવમાં તેમજ મજૂરી ખર્ચ વધવાને કારણે દૂધના ભાવમાં વધારો કરવાનો નિર્ણય કરાયો છે જેનો અમલ તા. 01 મે,2025 થી લાગુ થશે જેથી આજથી બરોડા ડેરીના વિવિધ પ્રકારના અમૂલ દૂધના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે.

ગુજરાત કો -ઓપરેટીવ મિલ્ક માર્કેટીંગ ફેડરેશન લી.દ્વારા અમૂલ દૂધના ભાવમાં પ્રતિ લિટરે રૂ 2 નો વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે જેનો આજથી એટલે કે તા 01 મે થી અમલ કરવામાં આવશે. બરોડા ડેરીના વિવિધ અમૂલ પ્રોડક્ટ પર આ ભાવવધારો આજથી અમલી બનશે ત્યારે મોંઘવારીમાં વધુ એકવાર દૂધના ભાવ વધતાં નાગરિકોના ઘરના બજેટ પર આર્થિક ભારણ વધશે. અમૂલ દૂધના વધારા પાછળનું કારણ પશુ આહારની ચીજવસ્તુઓ અને ઘાસચારના ઉંચા ભાવો તેમજ વધતા જતા મંજૂરી ખર્ચને કારણે દૂધ ઉત્પાદન ખર્ચમાં ઘણો વધારો થયો છે આથી દૂધ ઉત્પાદકોના ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટે રૂ.25સુધીનો ભાવવધારો કર્યો છે.હાલમા પ્રતિ કિલો ફેટના ભાવ રૂ.800 છે તે વધારીને રૂ.825 કરવામાં આવ્યો છે.આમ વેચાણ ભાવમાં 3.03%ના વધારા સામે દૂધ ખરીદના ભાવમાં 3.13%નો વધારો કરાયો છે.
વર્ષ 2015મા અમૂલ ગોલ્ડનો ભાવ રૂ.48 પ્રતિ લીટર હતો ત્યારે દૂધ ઉત્પાદકો માટેનો ખરીદભાવ પ્રતિ કિલો ફેટે રૂ.570હતો. આજથી અમૂલ ગોલ્ડનો ભાવ પ્રતિ લિટરે રૂ 68 જ્યારે દૂધ ખરીદીનો ભાવ રૂ.825કિલો ફેટે થનાર છે એટલે કે છેલ્લા 10 વર્ષમાં અમૂલ ગોલ્ડના વેચાણ ભાવમાં રૂ.20નો વધારો થયો છે તેની સામે દૂધના ખરીદ ભાવમાં કિલો ફેટે રૂ.255નો વધારો થયેલ છે તે જોતાં છેલ્લા 10 વર્ષમાં બરોડા ડેરીએ દૂધના ખરીદ ભાવમાં 45%નો વધારો કર્યો છે તેની સામે વેચાણ ભાવમાં 42% નો વધારો કર્યો છે.
દૂધ ઉત્પાદનનો જથ્થો જળવાઇ રહે તેમજ દૂધ ઉત્પાદકો આ વ્યવસાય સાથે સંકળાયેલા રહે તે માટે બરોડા ડેરી દ્વારા ઉત્પાદિત અમૂલ દૂધના વેચાણ ભાવમાં વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે તે મુજબ આજથી તા 01-05-2025થી બરોડા ડેરીના વિવિધ અમૂલ દૂધ ના વેચાણમાં ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. આ ભાવવધારા દરમિયાન અમૂલ તાઝા દૂધ પાઉચ 170મીલી પાઉચની ફિલ્મ હશે ત્યાં સુધી જ 170 મીલી પેકિંગ માં મળશે ત્યારબાદથી 160મીલી પેકિંગમાં અમૂલ તાઝા દૂધ મળશે.

દૂધની બનાવટના પ્રકાર. જૂનો ભાવ. નવો ભાવ

1.અમૂલ ગોલ્ડ દૂધ પાઉચ 500મીલી-33.00. નવો ભાવ 34.00

2.અમૂલ ગોલ્ડ દૂધ પાઉચ 6 લીટર 396.00 નવો ભાવ 408.00

3.અમૂલ શક્તિ દૂધ પાઉચ 500મીલી 30.00 નવો ભાવ 31.00

4.અમૂલ શક્તિ દૂધ પાઉચ 6 લિટર 360.00 નવો ભાવ 372.00

5.અમૂલ ગાય દૂધ પાઉચ 500મીલી 28.00 નવો ભાવ 29.00

6.અમૂલ ગાય દૂધ પાઉચ 200મીલી 10.00 નવો ભાવ 11.00

7.અમૂલ તાઝા દૂધ પાઉચ 170મીલી /160મીલી 10.00 નવો ભાવ 10.00

8.અમૂલ તાઝા દૂધ પાઉચ 500મીલી 27.00 નવા ભાવ 28.00

9.અમૂલ તાઝા દૂધ પાઉચ 6 લીટર 324.00 નવો ભાવ 336.00

10.અમૂલ સ્લીમ એન્ડ ટ્રીમ દૂધ પાઉચ 500મીલી 24.00 નવો ભાવ 25.00

Most Popular

To Top