ડીપ ડિપ્રેશન સર્જાવવાથી મધ્ય ગુજરાતને મેઘરાજા ઘણરોળશે
ગુજરાત રાજ્યમાં તાજેતરમાં જ પૂરે વિનાશ વેર્યો છે ખાસ કરીને વડોદરા, દ્વારકા, સૌરાષ્ટ્ર, રાજકોટ, અમદાવાદ, આણંદ, બોરસદ ડભોઇ, પાદરા સહિત અનેક જગ્યાએ પૂરનો પ્રકોપ જોવા મળ્યો છે અને તેના કારણે હજારો કરોડનું નુકસાન થયું છે. માંડ માંડ પૂરના પાણી હજી તો ઓસરી રહ્યાં છે ત્યાં જ અંબાલાલ પટેલની વધુ એક આગાહીથી લોકો ડરી રહ્યાં છે. મધ્ય ગુજરાતમાં આગામી તા. 03 થી 10 સપ્ટેમ્બર દરમિયાન ડીપ ડિપ્રેશન સર્જાવવાને કારણે મધ્ય ગુજરાતમાં, ઉતર ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે. મધ્ય ગુજરાતમાં વડોદરા ,પાદરા સહિતના આસપાસ જિલ્લાઓ, તાલુકાઓમા મધ્યમ થી ભારે વરસાદ વરસી શકે છે. એક તરફ શહેરના લોકો માંડ માંડ પૂરપ્રકોપથી બચ્ચાં છે અને હજી તો નુકશાનીમાંથી બેઠાં થતાં લોકોને ઘણો સમય લાગી શકે છે ત્યાં તો વધુ એકવાર અંબાલાલ પટેલની આગાહીથી લોકો ચિંતાતુર બન્યા છે. બીજી તરફ તંત્રે પણ કમર કસી છે. લોકો પણ જીવનજરુરિયાતની ચીજવસ્તુઓ માટે ઘસારો કરી રહ્યાં છે તથા પાણી પહેલાં પાળ ની જેમ રાશન, દવાઓ,ટોર્ચ, હાથવગું કરી સુરક્ષિત રહી શકાય તેવી વ્યવસ્થા કરી રહ્યાં છે.