આ વર્ષે ગરમીને ધ્યાનમાં રાખીને સાંજે યોજાનારી શોભાયાત્રામાં એક હજારથી વધુ મહિલાઓ દ્વિચક્રી વાહનો સાથે સૌથી આગળ રહેશે
વડોદરા શહેરમાં યોજાશે દર વર્ષેની જેમ આ વર્ષે પણ ભગવાન શ્રી પરશુરામજીની ભવ્ય શોભાયાત્રાનું આયોજન વર્લ્ડ બ્રાહ્મણ ફેડરેશનના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને દર્ભાવતીના ધારાસભ્ય શૈલેષભાઇ મહેતા (સોટ્ટા) ની અધ્યક્ષતામાં કરવામાં આવ્યું હતું.

(પ્રતિનિધિ) વડોદરા તા. 14
આગામી તા.29 મી એપ્રિલ નાં રોજ મઞળવારે અખાત્રીજના દિવસે ભગવાન પરશુરામજીના જન્મોત્સવ નિમિત્તે ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર એવા ભગવાન શ્રી પરશુરામજીના જન્મોત્સવ દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉત્સાહ ઉમંગ અને શ્રદ્ધા સાથે ઉજવણીનું આયોજન વર્લ્ડ બ્રાહ્મણ ફેડરેશનના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને દર્ભાવતીના ધારાસભ્ય સાથે જ સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજના પ્રમુખ એવા શૈલેષભાઇ મહેતા (સોટ્ટા)ની આઞેવાની કરવામાં આવ્યું છે.



આ વખતે ભગવાન શ્રી પરશુરામજી ની વડોદરા શહેરમાં યોજાનાર શોભાયાત્રામાં સંતો મહંતો,હિન્દુ સંગઠનો તથા રાજકીય આગેવાનો અન્ય સંગઠનો પણ જોડાઈ રહ્યાં હોવાનુ દર્ભાવતીના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાએ જણાવ્યું હતું.વડોદરા શહેરમાં ભગવાન શ્રી પરશુરામજી શોભાયાત્રા 1998 માં પ્રારંભ કરાયો હતો.જે પરંપરાગત રીતે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ વખતે ગરમીને ધ્યાનમાં રાખીને શોભાયાત્રા નો સમય સાંજનો રાખવામાં આવ્યો છે. આ વર્ષે ભગવાન શ્રી પરશુરામજીની દસ ફૂટની મૂર્તિ શોભાયાત્રાનું મુખ્ય આકર્ષણ રહેશે જે મ્યુનિસિપલ કાઉન્સિલર સચિન પાટડીયા દ્વારા તૈયાર કરવામાં આવી છે સાથે જ એક હજાર થી વધુ મહિલાઓ આ શોભાયાત્રામાં પોતાના વાહનો સાથે સૌથી આગળ જોડાશે તદ્પરાંત શોભાયાત્રામાં ગાડી, ઘોડાગાડી, દ્વિચક્રી વાહનો મોટી સંખ્યામાં રહેશે અને આ શોભાયાત્રામાં વૈષ્ણવ આચાર્ય, કરનાલી કુબેર ભંડારીનાં સંતો મહંતો, સ્વામિનારાયણ સંતો ઉપસ્થિત રહેશે.ભગવાન શ્રી પરશુરામજીની શોભાયાત્રાના સ્વાગત માટે સંગઠનોમાં થનગનાટ જોવા મળી રહ્યો છે. બ્રાહ્મણોના આરાધ્ય દેવ એવા ભગવાન શ્રી પરશુરામજી ની શોભાયાત્રા અંતર્ગત યોજાયેલ મિટિંગમાં સાંસદ ડો. હેમાંગ જોશી, અમદાવાદ ના બ્રહ્મ સમાજના અગ્રણી ક્રિશ્નશંકર શાસ્ત્રી, વર્લ્ડ બ્રાહ્મણ ફેડરેશનના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને દર્ભાવતીના ધારાસભ્ય શૈલેષભાઇ મહેતા (સોટ્ટા), બ્રહ્મ સમાજ જાગૃતિ મંચના પ્રમુખ મીનાબેન મહેતા,સહિત બ્રહ્મ સમાજના પ્રમુખ કિરીટભાઈ જોશી, વર્લ્ડ બ્રાહ્મણ ફેડરેશનના પ્રમુખ માલવ ઉપાધ્યાય,મહામંત્રી મુક્તેશ ત્રિવેદી, મ્યુનિસિપલ કાઉન્સિલરો પૂર્વ શિક્ષણ સમિતિના ચેરમેન મિનેષભાઇ,તથા હોદ્દેદારો, કાર્યકર્તાઓ દરેક એકમના પ્રમુખ સહિતના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.


